ETV Bharat / state

અમદાવાદ: PMOનો ખોટો લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કરી ટીકા, સાયબર ક્રાઈમે કરી ડોક્ટરની ધરપકડ

એક ડોકટરે પોતાની ઓફિસનો કબજો મેળવવા માટે PMO ઓફિસનો ખોટો પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની ખોટી ટીકા કરી હતી. આ પત્ર ખરેખર PMO ઓફિસથી આવ્યો છે કે કેમ તે અંગે તપાસ કરતા ડોક્ટરનો ભાંડો ફૂટયો હતો. જે બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધીને ડોક્ટરની ધરપકડ કરી છે.

crime news
crime news
author img

By

Published : Nov 27, 2020, 3:38 PM IST

  • PMOનો ખોટો પત્ર તૈયાર કરનારો ડોકટર ઝડપાયો
  • લેટરમાં સરકાર અને અધિકારીઓની કરી હતી ટીકા
  • પોતાની ઓફિસનો કબ્જે મેળવવા કર્યું હતું કાવતરું

અમદાવાદઃ મૂળ અમરેલીના ડોક્ટર વિજય પરીખે પરિમલ ગાર્ડન પાસે ડોક્ટર હાઉસમાં આવેલી ઓફિસ ડોક્ટર નિશીત શાહ સાથે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ માટે આપી તેનો ગેરકાયદે કબ્જો ડોક્ટર નિશીતે પોતાની પાસે જ રાખ્યો હતો. જે ઓફિસનો કબ્જો મેળવવા માટે ડોક્ટર વિજય પરીખે અનેક પ્રયત્નો કર્યા હતા. આ મામલે પોલીસની પણ મદદ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ તરફથી દિવાની મામલો હોવાથી કોઇ મદદ મળી ન હતી. જેથી ડોક્ટર વિજય પરીખે PMO ઓફિસનો ખોટો પત્ર બનાવીને મેઇલ કર્યો હતો.

સાયબર ક્રાઈમે કરી ડોક્ટરની ધરપકડ
કેવો હતો નકલી PMOનો પત્ર?PMOના ખોટા પત્રમાં અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આરોપીએ આ પત્ર ઈ-મેલ દ્વારા અલગ-અલગ લોકોને મોકલ્યા હતા. જેમાં IAS સંગીતા સિંઘ, પોલીસ વડા અમદાવાદ અને પોલીસ કમિશનરને ઈ મેલ કર્યો હતો. ઇમેલના CCમાં CMને પણ રાખ્યા હતા. પત્રમાં વિજય પરીખે નિશીત પાસેથી ખરીદેલી ઓફિસનો ગેરકાયદે કબ્જો ખાલી કરાવવાના લખાણ સાથે ગુજરાત સરકાર અને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. આ મેટર ઓફિસ દ્વારા સતત મોનીટર કરવામાં આવી રહી હોવા છતાં તેમાં કોઇ કાર્યવાહી થઇ નથી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.કેવી રીતે પત્રનો ભાંડો ફૂટ્યો?લેટર મળતા જ ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ખરેખર આ લેટર PMO ઓફિસથી આવ્યો છે કે કેમ તેની સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ ચાલી રહી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે PMO ઓફિસથી થતાં પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઇમેલ આઇડી જેની પાછળ nic.in લખેલું હોય તેના પરથી જ આવે છે. આથી જે જીમેલ આઈડીથી મેલ આવેલા તેની વિગતો પોલીસે ભેગી કરી હતી, તેમાં જાણવા મળ્યું કે આ આઇડી 2019માં બનાવવામાં આવ્યું છે. જેનો રજિસ્ટર મોબાઇલ નંબર અને આઈપી એડ્રેસ સંગે તપાસ કરતાં વિજય પરીખનું નામ સામે આવ્યું હતું.પોલીસે તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા હતા અને ડોકટર વિજય પરીખની ધરપકડ કરી હતી. હાલ વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.