- ધંધુકા વિસ્તારમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક વધતાં સમયાંતરે બે સમયે અપાયું સંપૂર્ણ લોકડાઉન
- સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના ધંધાર્થીઓ લોકડાઉનમાં જોડાતા સંક્રમણનું પ્રમાણ ઘટયું
- વેપારી મંડળ અને BJP કાર્યકરો દ્વારા માસ્ક વિતરણ કરી 'વેન્ટિલેશનના બદલે માસ્ક પહેરો જીવન બચાવો' નો અપાયો ઉપદેશ
અમદાવાદ: ધંધુકામાં સમય અંતરે બે તબક્કામાં સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું હતુ. જેનાંથી કોરોના સંક્રમિતોના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો નોંધાયો હતો. ત્યારે વેપારી મહામંડળના પ્રમુખ રાજેશભાઈ પટેલ, શરદભાઈ ભાવસાર, અમન ભાઈ ગાંધી અને તુષારભાઈ સહિતના હોદ્દેદારો તેમજ BJPના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ મેર, પાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા, કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રવાત, રાજુભાઈ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં 5000 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને "ફરજિયાત માસ્ક પહેરો અને પોતાનું જીવન સલામત બનાવો" નો ઉપદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો: વેપારીઓની માંગ: સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે
સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના ધંધાર્થીઓ લોકડાઉનમાં જોડાતા સંક્રમણનું પ્રમાણ ઘટયું
બજારમાં આવતા જતા ગ્રાહકોને વેપારી મહામંડળના પ્રમુખ રાજેશભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરો દ્વારા માસ્ક પહેરો અને સલામત બનો, જો તમે ફરજિયાત માસ્ક પહેરશો તો વેન્ટિલેશનથી દૂર રહી શકશો, તમારા પરિવારને પણ સલામતી આપી શકશો માટે જ માસ્ક પહેરવું અનિવાર્ય છે તેવો ઉપદેશ પણ આપવામાં આવ્યો હતો.
વેપારી મંડળ અને BJP કાર્યકરો દ્વારા માસ્ક વિતરણ કરી 'વેન્ટિલેશનના બદલે માસ્ક પહેરો જીવન બચાવો' નો અપાયો ઉપદેશ
આમ ગુરૂવારના રોજ વેપારી મહામંડળ અને BJP કાર્યકરો દ્વારા બિરલા સર્કલ સામે સવારથી લઈ માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના સંક્રમિતોનું પ્રમાણ ઘટાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ સમજવાની જરૂર છે કે આપણા તેમજ આપણા પરિવાર માટે માસ્ક પહેરવું ફરજીયાત છે જેનાથી જ કોરોના જેવા રોગને મહાત આપી શકાશે.
આ પણ વાંચો: નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો, બે દિવસથી કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યામાં વધારો