સમગ્ર ઘટનામાં વધુમાં કહીએ તો, વસ્ત્રાલ ખૂબ જ વિકાસ થઈ રહેલ વિસ્તારમાં સ્થાન ધરાવે છે. જેમાં લોકો પીવા માટે બોરના પાણીનો ઉપયોગ કરે છે. જે ભૂગર્ભમાં ગટરના પાણી ભરવાના લીધે દુષિત થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થય પર પણ ગંભીર અસર થઇ શકે છે.
સ્થાનિકોએ આ વાતની જાણ તંત્ર તેમજ તમામ સત્તાધિકારી સમક્ષ કરી હોવા છતાં આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની જાણ મેળવવા માટે જાગૃત નાગરિક દ્વારા RTI કરી હોવા છતાં તંત્ર દ્વારા તેનો પણ કોઈ જવાબ આવ્યો નથી.