અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઉજવણી માટે પ્રમુખ સ્વામીનગર (Pramukh Swami Nagar Ahmedabad) તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે અહીં ભારત, USA અને આફ્રિકાના 46 શિક્ષિત યુવાનોને ત્યાગના માર્ગે દીક્ષા (Diksha Program at Pramukh Swami Nagar Ahmedabad) આપવામાં આવી હતી.
ભારત, અમેરિકા અને આફ્રિકાના યુવાનો છે મળતી માહિતી મુજબ, પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં (Pramukh Swami Nagar Ahmedabad) જે યુવાનો દિક્ષા ગ્રહણ કરવાના છે. તેમના માતાપિતા અને સંબંધીઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે.
15 ડિસેમ્બરથી શરૂ થયો મહોત્સવ મહત્વનું છે કે, 15 ડિસેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) દરરોજ લાખોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા છે. અહીં મહોત્સવને જોવા અને માણવા માટે ગુજરાત અને અન્ય રાજ્યના હરિભક્તો તેમ જ દેશવિદેશથી હરિભક્તો આવે છે. ગુજરાતભરમાં દરરોજ અનેક લકઝરી બસ આવી રહી છે. રાત્રિના સમયનો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ તેમ જ રોશની જોવા માટે હરિભક્તો રાત્રિના મોડા સુધી રોકાય છે.
હજારો સ્વંયસેવકો સેવા બજાવી રહ્યા છે આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 2023એ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) વિશ્વની અજાયબી હોવાનું લોકો કહી રહ્યા છે. તેમ જ મેનેજમેન્ટનો પણ અભૂતપૂર્વ નમુનો હોવાનું ચર્ચાઈ છે. લાખે હરિભક્તો અને સ્વંયસેવકો ફ્રીમાં સેવા કરવા આવે છે. અને ભક્તિ સાથે વિશ્વાસ, શ્રદ્ધા અને સંત્સગનો મહિમા અનેરો છે, તેની પ્રતિતિ કરાવી જાય છે.
વિદેશથી એક મહિનાની રજા લઈને સ્વંયસેવકો આવ્યા છે અમરિકા, કેનેડા, આફિક્રાથી અનેક હરીભક્તો એક મહિનાની રજા લઈને ગુજરાત આવ્યા છે, અને આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ભાગ લઈને સેવા બજાવી રહ્યા છે. કોઈપણ પ્રકારના નાનમ અનુભવ્યા વગર સ્વામીજી જે સેવા આપે તે બજાવે છે અને જીવનની ધન્યતા અનુભવે છે.
રાજકારણીઓથી માંડીને સેલીબ્રિટિઝ આવી રહ્યા છે પ્રમુખ સ્વામી નગરમાં (Pramukh Swami Nagar Ahmedabad) એક મહિના સુધી લાઈવ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને જે કાર્યક્રમમાં દેશ અને વિદેશના રાજકારણીઓથી માંડીને સેલીબ્રિટિઝ આવી રહ્યા છે. અને તેઓ સ્ટેજ પર આવીને તેમના વિચારો રજૂ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના અને બીએપીએસ દ્વારા થયેલ કાર્યને વાગોળી રહ્યા છે. આ મહોત્સવને (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુક્યો હતો, ત્યારે તે દિવસે પીએમ નરેન્દ્ર મોદી ત્રણ કલાક રોકાયા હતા. અને વડાપ્રધાને પ્રમુખ સ્વામીને પિતાતુલ્ય ગણાવ્યા હતા. અને અહીંયા આવીને અનેરી શાંતિ મળી છે.