ડો બંસી સાબુએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસના વ્યાપના સંદર્ભમાં ભારત ચાઇના પછી બીજા ક્રમે છે. ભારતને દુનિયામાં ડાયાબિટીસના રાજધાની તરીકે ગણવામાં આવે છે. ભારતમાં ડાયાબિટીસના વધતા જતા કેસોને જોતાં આગાહી કરવામાં આવી છે કે, નજીકના ભવિષ્યમાં આપણે આ મામલે બહુ જલદી ચાઇનાને પાછળ રાખી દઈશું.
ડાયાબિટીસની ઓછી વયના લોકોમાં પણ જોવા મળે છે અને તેનું કારણ છે કે, આજના યુવાનોને ખાવા-પીવાની પૂરતી સમજ નથી અને જંકફૂડ તરફ લોકો વધી રહ્યા છે. કોઇ ફિઝિકલ એક્ટિવિટી ન હોવાને લીધે આપણા દેશમાં ડાયાબિટીસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ડાયાબિટીસમાં 2 પ્રકારના રિવર્સલ શક્ય છે. બેરિયાટ્રિક સર્જરી દ્વારા ખૂબ ઓછી કેલરી યુક્ત આહાર અને ઓછી કાર્બોહાઇડ્રેટ આહાર દ્વારા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ડાયાબિટીસ 2 પ્રકારના રિવર્સલ શક્ય છે.