ETV Bharat / state

ધોલેરા મદનમોહનજી મહારાજ મહારાજનો 195મો પાટોત્સવ ઉજવાયો - Mohanji Maharaj Maharaj's 195th Patotsav was celebrated

અમદાવાદના ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા મદન મોહનજી ધોલેરા તીર્થ ધામ ખાતે 195મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. આચાર્ય મહારાજ કેશ પ્રસાદ મહારાજના હસ્તે ઠાકોરજીનો અભિષેક તથા અન્નકૂટ દર્શન, યજ્ઞ દર્શન, કથા શ્રવણ થયું હતું.

મદનમોહનજી મહારાજ મહારાજનો 195મો પાટોત્સવ ઉજવાયો

author img

By

Published : May 26, 2021, 2:27 PM IST

  • સ્વામિનારાયણ મંદિરમાં મદનમોહનજી મહારાજનો 195માં પાટોત્સવ
  • પાટોત્સવ પ્રસંગે વડતાલના પિઠાધિપતિ આચાર્ય મહારાજના વરદ હસ્તે ઠાકોરજીને અભિષેક
  • હિંગળાજીયા હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ

અમદાવાદ : ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના ધામથી હરિભક્તો અને શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક પ્રેરણા મળે છે. લોકોની આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ સમાય છે. એક શીતળ ભાગીરથી તેમજ આસ્થા અને આકર્ષણનું એક પવિત્ર તીર્થ એટલે ધોલેરા ધામ ગણાય છે.

આ પણ વાંચો : ડાકોર રણછોડરાય મંદિરના 250માં પાટોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી
હનુમાનજી મહારાજના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ કરાયું
ધોલેરા તીર્થધામનો 195 વાર્ષિક પાટોત્સવ વડતાલના પિઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ 1008 રાકેશ પ્રસાદ મહારાજના શુભ આશીર્વાદથી વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના સહકારથી ધોલેરા ધામના કોઠારી પ.પૂ. રામકૃષ્ણ દાસજી સ્વામીના માર્ગદર્શન થી પૂ. હરી કેશવ દાસજી ગોકુલધામ નારની પ્રેરણાથી આફ્રિકાના પ.ભ. નારાયણભાઈ કુંવરજીભાઇ રાઘવાણી પરિવારની સેવાથી તૈયાર થયેલા હનુમાનજી મહારાજના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સાળંગપુર હનુમાનજી મંદિરનો 172મો પાટોત્સવ ઉજવાયો

શ્રધ્ધાળુઓ સિમિત માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા

આ પાટોત્સવ પ્રસંગે પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ કેશ પ્રસાદ મહારાજના હસ્તે ઠાકોરજીનો અભિષેક તથા અન્નકૂટ દર્શન, યજ્ઞ દર્શન, કથા શ્રવણ તથા આશીર્વચન અર્થે કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. તેને ધ્યાને લઇ હરિભક્તો તેમજ શ્રધ્ધાળુઓ સિમિત માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કર્યા બાદ મહા પ્રસાદનો લાભ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.