અમદાવાદ: ગુજરાતમાં આગમન સાથે જ બાબા બાગેશ્વરે સનાતન ધર્મને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતુ કે અમદાવાદ સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે, કાયરો જ સનાતન માટે નહીં જાગે, સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. લોકોને સંબોધન કરતા તેઓએ 'પાગલો....' કહીને સંબોધ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીનું સંબોધન: રામ મંદિરના નિર્માણને લઈને તેઓનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે એક તરફ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે બીજી તરફ મથુરામાં આપણે કનૈયાનું મંદિર પણ બનાવવાનું છે. તેમને કહ્યું કે તેઓ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા છે અને 10 દિવસ ગુજરાતમાં રહેશે. 29 તારીખ સનાતન ધર્મ વાત કરીશું.
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત: બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી 10 દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયો છે. જે અંતર્ગત હાલમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં સાધુ-સંતો બાબાને આવકારવા માટે પહોંચ્યા હતા.
પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન: બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનને લઈને પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ વટવા પહોચ્યા હતા. જ્યા પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી વટવાના લોકોને શિવપુરાણ કથાનો લાભ મળી રહ્યો છે. ત્યારે હું પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા ખાસ આવ્યો છું. સાથે તેઓએ કોંગ્રેસના વિરોધને લઈ ટોણો મારતક કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય ભારત, ભવ્ય ભારતની વાત કરે છે તો વિરોધ કેમ? સાથે વિરોધ કરનારા લોકો કોણ છે? તેમ પણ પ્રદિપસિંહ જાડેજા એ સવાલ ઉઠાવ્યો હતો.