- ફેદરા ગામે આવેલી ગેલોપ્સ હોટલ પાસેથી બાઇક ચોરી થવા અંગે ધંધુકા પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ
- ધંધુકા પોલીસે CCTV ફૂટેજ, બાઈક નંબર અને ચેસીસ નંબર પરથી તપાસ હાથ ધરી
- ચોરાયેલી બાઈક બોટાદમાં હોવા અંગે મળેલી બાતમીના આધારે પોલીસ બોટાદ પહોંચી
- બાતમીના આધારે મળેલા લોકેશન પરથી બન્ને શખ્સોને ઝડપી પાડ્યા
અમદાવાદ : ધંધુકા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી અંગેના નોધાયેલા ગુના અંતર્ગત બાઈક ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડવા ધંધુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌરવભાઈએ ગુનેગારોને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ
બાતમીના આધારે બન્ને શખ્સો બોટાદથી જબ્બે
ખાનગી માહિતીના આધારે બન્ને શખ્સો હિફલી શેરી નંબર-1 બોટાદમાં રહેતા હોવાની મળેલી માહિતીના આધારે તેમના રહેણાંક ઉપર છાપો મારતા બન્ને શખ્સો ઝડપાયા હતા. બન્ને શખ્સોને ઝડપી ચોરી કરાયેલી બાઇક તેમની પાસેથી પોલીસે કબજે લઇ લીધી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી 2 બાઈક સાથે ઈસમને ઝડપી પાડ્યો
બન્નેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા
આમ ધંધૂકા પોલીસે બાઈક ચોરી કરી નાસતા ભાગતા ફરતા શખ્સોને પોતાના ઘરેથી જ ઝડપી પાડી બાઈક કબજે લઇ બન્નેને ધંધુકા પોલીસ સ્ટેશન લાવી covid-19 અંતર્ગત રિપોર્ટ કરાવ્યા બાદ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જે ગુના સંદર્ભે ધંધુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ વધુ તપાસ ચલાવી રહ્યા છે.