ETV Bharat / state

ભગવાન જગન્નાથના મામેરાના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ - Gujarati News

અમદાવાદઃ રથયાત્રા એટલે અમદાવાદીઓ માટે એક તહેવાર... જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે, તે 142મી રથયાત્રાને થોડાજ દિવસો બાકી છે. ત્યારે તેના ભાગરૂપે આજે ભગવાનના મોસાળવાસીઓએ જગન્નાથ મંદિરમાં મામેરાના દર્શન રાખવામાં આવ્યા હતા. જેના દર્શન કરવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

મામેરાના દર્શન માટે ઉમટયુ માનવ મહેરામણ
author img

By

Published : Jun 30, 2019, 7:41 PM IST

જમાલપુર મંદિરમાં જગતના નાથનું મંદિર આવેલું છે, જે અમદાવાદની આગવી ઓળખ ગણવામાં આવે છે. આ સાથે જ આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા અલગ રીતે મામેરાના વધામણા કરવામાં આવ્યા હતા. મામા દ્વારા ભાણેજોના મામેરાના આભુષણ અલંકાર સહિતના તમામના દર્શન માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મામા દ્વારા દર વર્ષે ભગવાનનું અષાઢી બીજે મામેરું કરવામાં આવે છે. આ સૌભાગ્ય વર્ષો બાદ શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે.

ભગવાન જગન્નાથના મામેરાના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ

142મી રથયાત્રામાં ભગવાન કયા સ્વરૂપે દર્શન આપશે તેની ભક્તોમાં ખૂબ આતુરતા જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે ભગવાન રજવાડી સ્વરૂપે દર્શન આપશે. જે વાઘા મામા તરફથી અને મંદિર તરફથી તૈયાર કરાયા છે. જે આજે ધ્વજ, પતાકા, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. જેમ રથમાં સવાર થઇ પ્રભુ ખુદ ચાલીને આવ્યા હોય તેમ આખો માહોલ જગન્નાથમય બની ગયો હતો.

ભગવાનના વાઘાની સાથે મંદિરમાં મામા તરફથી અને સ્વેચ્છાએ ભક્તો ભગવાનને ભેટ આપતા હોય છે, ત્યારે આ વર્ષે સોના ચાંદીના ઘરેણાથી લઈને દરેક વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ વાઘાનું કાપડ ખાસ કરીને વૃંદાવન, બનારસથી મંગાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભક્તો ભગવાનના દર્શન રજવાડી રૂપે કરશે.

Intro:રથયાત્રા એટલે અમદાવાદીઓ માટે એક તહેવાર ....જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે ૧૪2 મી રથયાત્રા ને થોડાજ દિવસો બાકી છે .ત્યારે તેના ભાગરૂપે આજે ભગવાન ના મોસાળવાસીઓ એ જગનાથ મંદિરમા મામેરા ના દર્શન રાખવામાં આવ્યા હતા .જેના દર્શન કરવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.....Body:જમાલપુર મંદિરમાં જગતના નાથ નું મંદિર આવેલ છે જે અમદાવાદ ની આગવી ઓળખ ગણવામાં આવે છે સાથે જ આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા અલગ રીતે મામેરા ના વધામણા કરવામાં આવ્યા હતા મામા દ્વારા ભાણેજોના મામેરા ના આભુષણ અલંકાર સહીત ના તમામ ના દર્શન માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા મામા દ્વારા દર વર્ષે ભગવાનનું અષાઢી બીજે મામેરું કરવામાં આવે છે .અને આ સૌભાગ્ય વર્ષો બાદ શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે Conclusion:૧૪૨ માં ભગવન કયા સ્વરૂપે દર્શન આપશે તે ભક્તોમાં ખુબ આતુરતા જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે ભગવાન રજવાડી સ્વરૂપે દર્શન આપશે જે વાઘા મામા તરફ થી અને મંદિર તરફ થી તૈયર કરાયા છે જે આજે ધ્વજ પતાકા ગજરાજ અને ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા જેમ રથમાં સવાર થઇ પ્રભુ ખુદ ચાલીને આવ્યા હોય તેવો આખો માહોલ જગન્ન્થ મય બની ગયો હતો

ભગવાન ના વાઘા ની સાથે મંદિરમાં મામા તરફ થી અને સ્વેચ્છા એ ભક્તો ભગવાન ને ભેટ આપતા હોય છે ત્યારે આ વર્ષે સોના ચાંદીના ઘરેણા થી લઈને દરેક વસ્તુઓ આપવામાં આવી રહ્યા છે આ વાઘા નું કાપડ ખાસ કરીને વૃંદાવન બનારસ થી મંગાવવામાં આવે છે ત્યારે આ વર્ષે ભગવાન ના ભક્તો રજવાડી રૂપે દર્શન કરશે

વોક થ્રુ લેવું યશ ઉપાધ્યાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.