- વિરમગામમાં કોંગી કાર્યકરો કૃષિ બિલનો વિરોધ કરવા ઉપસ્થિત થયા હતા
- કોંગી કાર્યકર્તાઓએ કૃષિ બિલનો વિરોધ કર્યો
- ટાઉન પોલીસ દ્વારા 18 કોંગી કાર્યકર્તાઓની ધરપકડ કરી
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાન બિલની હોળી કરવાનો વિરમગામ સેવાસદન નજીક આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ પંકજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગી કાર્યકર્તાઓ કિસાન વિરોધી બિલનો વિરોધ કરી હોળી કરે તે પહેલા પોલીસે અટકાયત કરી
વિરમગામ સેવા સદન પાસે કોંગી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ વાઘેલા, મહામંત્રી દેવેન્દ્ર સિંધવ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, તાલુકા પ્રમુખ દશરથભાઇ પટેલ સાથે કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી અને કૃષિ બિલને લઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસે 18થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી
કોંગ્રેસ કાર્યકર્તાઓ કિસાન વિરોધી બિલની હોળી કરે તે પહેલા પોલીસે 18થી વધારે લોકોની અટકાયત કરી હતી.