અમદાવાદ: શહેરમાં સમગ્ર ઉનાળાની ઋતુ પીવાના પાણીની પોકાર જોવા મળી હતી. તેના પગલે અનેકવાર વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં (Water problem in Ahmedabad) આવ્યો હતો, ત્યારે ફરી એકવાર કોર્પોરેશન વિરોધ પક્ષ શહેઝાદ ખાન પઠાણ કોર્પોરેશન અધિકારી પર પ્રહારો કર્યા છે. અમદાવાદમાં વોટર વર્ક્સમાંથી 1500 MLD પાણીનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. જે શહેરની જનસંખ્યા માટે (24 hours water in Ahmedabad) પૂરતો છે. તેમ છતાં કેમ અમદાવાદ શહેરની જનતાને પાણીનું પ્રેશર આપવામાં આવતું નથી. અમુક વિસ્તારમાં પીવાના પાણી માટે કેમ ટેન્કર બોલવા પડી રહ્યા છે. તેને લઈ પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી, ચોમાસામાં રહશે ખડે પગે
શહેરમાં 24 કલાક પાણી આપવાની જાહેરાત કરવામાં આવી - કોર્પોરેશન વિપક્ષ (Ahmedabad Corporation)નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા વર્ષે મ્યુનિશિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં 100 ટકા વોટર નેટવર્ક સ્થાપવાની વાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા શહેરની જનતાને 24 કલાક પાણી પુરવઠો આપવાની જાહેરાત કરી હતી પરંતુ કમનસીબે આ જાહેરાત જ રહી છે.
બોર બનાવવા 15 કરોડનો બોજ પડે - વધુમાં જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું જોવા મળી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે 1000 ફૂટના બોર બનાવામાં આવ્યા છે. આ આયોજન વિનાના પ્રત્યેક બોર 50 લાખ લેખે 30 બોર બનાવામાં આવ્યા છે. જેના કારણે મ્યુનિશિપલ કોર્પોરેશને બોર બનાવવા 15 કરોડનો બોજ પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ રોડ કૌભાંડઃ અમદાવાદમાં 400 કરોડના રોડ ધોવાણ મામલે 23 ઈજનેરોને નજીવી સજાનો નિર્ણય
નવા બોર બનાવવા ત્રણને કોન્ટ્રાકટ - કોર્પોરેશન દ્વારા નવા બોર બનવવા માટે જયવિજય કન્ટ્રક્શન, નિલય કન્ટ્રક્શન, નિલકઈ કન્ટ્રક્શન કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે. જે લોકોનું કામ ગોકળગાય ચાલી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવ્યું હતું કે ખૂબ જ ખર્ચાળ અને સમય માંગ લેતા હોય તેવા બોર બનાવવાની જગ્યાએ આટલા જ ખર્ચે જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તે વિસ્તારમાં પાણી નવા બોર બનાવમાં આવે તો શહેરની જનતાની પાણી સમસ્યાથી છુટકારો મળી શકે છે.