શહેરની સ્વચ્છતા કેવા પ્રકારની છે તેનો નમૂનો શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધારાના આંકડાઓમાં દેખાઈ રહ્યો છે. શહેરમાં એક તરફ ડબલ સિઝન ચાલી રહી છે જેના કારણે લોકો સતત બીમાર પડી રહ્યા છે. દિવસેને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાયો છે.
નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 793થી વધુ કેસ નોંધાયા છે રોગચાળો અટકાવવા તંત્રની ઢીલાશ દેખાઈ રહી છે. જેમાં ડેન્ગ્યુના 793 કેસો ચાલુ મહિનામાં નોંધાયા છે. જયારે ઝેરી મલેરીયાના 38 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 31 કેસ, ઝાડા- ઉલટીના 468 કેસ, કમળાના 171 કેસ જયારે ટાઈફોઈડના 364 કેસ નોંધાયા છે. જોકે તંત્ર દ્વારા તો મચ્છરોના બ્રિડિંગ અટકાવવા માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અને છેલ્લા માસમાં 41.95 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.