ETV Bharat / state

અમદાવાદ: સુરતના મહિલા કોન્સ્ટેબલના સમર્થનમાં લોકોએ પ્લેકાર્ડ લઇ કર્યા દેખાવો - સુનિતા યાદવ લેટેસ્ટ ન્યૂઝ

સુરતમાં થયેલા આરોગ્ય પ્રધાનના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ મામલો ગરમાયો છે, ત્યારે સુનિતા યાદવના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. અમદાવાદમાં પ્લે કાર્ડ બતાવીને મહિલા કોન્સ્ટેબલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Jul 12, 2020, 3:33 PM IST

અમદાવાદઃ સુરતમાં થયેલા આરોગ્ય પ્રધાનના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ મામલો ગરમાયો છે, ત્યારે સુનિતા યાદવના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે અને અમદાવાદમાં પ્લે કાર્ડ બતાવી સુનીતા યાદવનું સમર્થન કરીને દેખાવો કર્યા હતા.

સુરતના મહિલા કોન્સ્ટેબલના સમર્થનમાં લોકોએ પ્લેકાર્ડ લઇ કર્યા દેખાવો
શહેરના મેઘાણીનગરમાં ગુજરાતી વાલી એકતા મંડળ દ્વારા મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે કરેલી કામગીરી બિરદાવવા અને તેમના વિરુદ્ધ થયેલ કાર્યવાહીના વિરોધમાં પ્લે કાર્ડ બતાવી દેખાવો કરવામાં આવ્યા હતા. 50 જેટલા લોકોએ રોડ પર મૌન રાખીને હાથમાં પ્લેકાર્ડ લઈને શાંતિ પૂર્ણ રીતે દેખાવો કર્યા હતા.સુનિતા યાદવની કામગીરી બિરદાવતા કાર્ડ હાથમાં રાખીને સુનિતા યાદવને સમર્થન આપ્યું હતું. આ કાર્ડમાં I SUPOORT SUNITA YADAV લખ્યું હતું. આ સમગ્ર મામલે આરોગ્ય પ્રધાનના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની લોકોએ માંગણી કરી હતી અને સુનિતા યાદવ સામે કાર્યવાહી ના કરવા પણ જણાવ્યું હતું.વધુમાં સોશિયલ મીડિયામાં પણ સુનિતા યાદવને સમર્થન આપતા અનેક મેસેજ આવ્યા છે, ત્યારે હવે લોકોએ પ્લે કાર્ડ સાથે સુનિતા યાદવને સમર્થન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.