અમદાવાદ: વર્ષ 2002 માં નર્મદા બચાવો આંદોલનથી પ્રખ્યાત થયેલા મેધા પાટકર પર ગાંધી આશ્રમમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈને મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ સમગ્ર કેસને લઈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા અમદાવાદની મેટ્રો કોર્ટમાં 1માર્ચના રોજ કેસમાં ટ્રાયલ માટે અરજી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વી.કે .સક્સેનાના વકીલ અજય ચોકસી દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોતે બંધારણીય પદ પર હોવાથી હાલ તેમની સામે ક્રિમિનલ ટ્રાયલ ચલાવી ના શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
મેઘા પાટકર દ્વારા અરજીનો વિરોધ: જોકે આ મામલે મેઘા પાટકર દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેઘા પાટકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એલજીને ગવર્નર પદ ગણી શકાય નહીં તેવો દાવો થયો છે. આ અરજી પર ટ્રાયલ ચાલુ રાખવા માટે મેઘા પાટકર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2002 માં નર્મદા બચાવો આંદોલનથી પ્રખ્યાત થયેલા મેધા પાટકર પર ગાંધી આશ્રમમાં હુમલો કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?: વર્ષ 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અંતર્ગત મેઘા પાટકરને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ 7 એપ્રિલ 2002 ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા .જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મેઘા પાટકરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ ,અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી.
દસ વર્ષ બાદ કેસની સુનાવણી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સકસેના અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના હાલના ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકર સહિતના અન્ય ત્રણ લોકો સામે 21 વર્ષ જૂના કેસોમાં રમખાણો, હુમલો ,ખોટી રીતે સંયમ, ગુનાહિત ધાકધમકી અને ઈરાદાપૂર્વક અપમાન ના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ કેસમાં ઘટનાના દસ વર્ષ બાદ કેસની સુનાવણી યોજાઈ હતી.
આ પણ વાંચો દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ED દ્વારા લીકર સ્કેમ મામલે ધરપકડ
વધુ સુનાવણી 15 માર્ચના રોજ: આ સમગ્ર કેસ ત્યારબાદ મેટ્રો કોટમાં ચાલી રહ્યો હતો પરંતુ કોરોના બાદ આ આ કેસ ચાલ્યો ન હતો. પરંતુ મેટમાં આ કેસ ફરીથી ચાલતા વિનય સક્સેના દ્વારા આ કેસ પર ટ્રાયલ મુકવા માટે થઈને એક માર્ચના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 15 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો દિલ્હી પોલીસે કે. કવિતાની ધરણાની મંજૂરીને નકારી, કહ્યું તપાસનો સામનો બહાદુરીથી કરીશ