આમ, પહેલા રાઉન્ડના અંતે 35,459 બેઠકો ખાલી પડી છે. જે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી છે તે પૈકી કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવે છે. તેના આધારે ખાલી બેઠકોનો આંકડો હજુ વધે તેવી શકયતા છે. પહેલી વખત દાખલ કરાયેલી EWSમાં કુલ 6,164 બેઠકો હતી. જે પૈકી 1,818 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પણ સૌથી હોટ ફેવરિટ બ્રાન્ચ કોમ્પ્યૂટરની રહી છે. બીજા ક્રમે આઇ.ટી. અને આઇસીટી રહી છે.
મેરીટમાં પહેલા ક્રમે અગાઉ પ્રવેશ સમિતિએ કરેલી જાહેરાત પ્રમાણે માણેક નીધિ નામની વિદ્યાર્થિનીએ ICTમાં પ્રવેશ લીધો છે. જયારે છેલ્લા પ્રવેશ તરીકે બાબરિયા ઇજેરી કોલેજમાં પ્રજાપતિ વિરલ નામના વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. પ્રવેશ સમિતિએ પહેલા રાઉન્ડમાં સરકારી અને અનુદાનિત કુલ સંસ્થાઓની 13,379 બેઠકોમાંથી 11,295 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપતાં સરકારી કોલેજોની 2,184 બેઠકો ખાલી પડી છે.
આજ રીતે સ્વનિર્ભર કોલેજોની 51,733 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 18,457 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતાં 33,276 બેઠકો ખાલી રહી છે. પ્રવેશ સમિતિ દ્વારા પહેલા રાઉન્ડમાં ડિગ્રી ઇજનેરીની કુલ બેઠકો પૈકી 46 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે. પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં જે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. તે વિદ્યાર્થીઓએ તા. 26મીથી લઇને તા.1લી જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓએ પોતાના લોગ ઇનમાં જઇને ઇન્ફોર્મેશન લેટર અને બેંક ચલણની પ્રિન્ટ કાઢીને નિર્ધારીત કરાયેલી ICICI બેંકમાં ટોકન ટયૂશન ફી ભરી પોતાનો પ્રવેશ કાયમ કરી દેવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ ઝીરો ફી ભરવાની હોય તેમણે પણ જો પ્રવેશ કાયમ કરાવવો હોયતો લોગ ઈનમાં જઇને એક્સેપ્ટ બટન દબાવી પ્રવેશ કાયમ કરાવવાનો રહેશે.
કઇ બ્રાન્ચમાં કેટલી બેઠકો ખાલી પડી !
- કોમ્પ્યૂટર બ્રાન્ચમાં કુલ 12312 બેઠકોમાંથી 8814 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 3498 બેઠકો ખાલી
- મિકેનિકલ બ્રાન્ચમાં કુલ 13568 બેઠકોમાંથી 4066 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 9602 બેઠકો ખાલી
- સિવિલ બ્રાન્ચમાં કુલ 11009 બેઠકોમાંથી 3481 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 7428 બેઠકો ખાલી
- કેમિકલ બ્રાન્ચમાં કુલ 2643 બેઠકોમાંથી 1798 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 845 બેઠકો ખાલી
- ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં કુલ 7919 બેઠકોમાંથી 2238 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 5681 બેઠકો ખાલી
- ઇ.સી. બ્રાન્ચમાં કુલ 4881 બેઠકોમાંથી 2055 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 2826 બેઠકો ખાલી
100 ટકા બેઠક ભરાઇ હોય તેવી કોલેજોની યાદી
(1)એલ.ડી.કોલેજો ઓફ ઇજનેરી 1497 (2) વિશ્વકર્મા કોલેજો, ચાંદખેડા – 945 (3) ભરૂચ સરકારી ઇજનેરી કોલેજ – 630 (4) નિરમા ઇજનેરી કોલેજ – 574 (5) બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વી.વી.નગર 572 (6) વલસાડ ઇજનેરી કોલેજ – 551 (7) પીડીપીયુ, ગાંધીનગર -532 (8) ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટિટયૂટ, નડિયાદ -530 (9) સુરત સરકારી ઇજનેરી કોલેજ- 394 (10) દેવાંગ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી, ચાંગા – 300 (11) મધુબેન એન્ડ ભનુભાઇ પટેલ ટેકનલોજી, વી.વી.નગર- 239 (12) ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટયૂટ, ગાંધીનગર- 225 (13) અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ – 164 (14) સ્કૂલ ઓફ ઇજનેરી, અમદાવાદ યુનિ.- 144 (15) ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, અમદાવાદ- 124 (16) રક્ષા શકિત યુનિવર્સિટી, અમદાવાદ -52 બેઠકો હતી જે ભરાઇ ગઈ છે.
ડિગ્રી એન્જિનિયરિગના પ્રવેશ ફાળવણીના પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણીમાં 37 કોલેજો એવી છે કે જેમને 10 ટકા વિદ્યાર્થીઓ પણ મળ્યા નથી. આ કોલેજોમાં અનેક એવી છે કે જેની કુલ બેઠકો 500 કરતાં વધારે હોવા છતાં પહેલા રાઉન્ડના અંતે 30 બેઠકો પણ ભરાઇ શકી નથી. 3 કોલેજો એવી છે કે જેને એકપણ વિદ્યાર્થી મળ્યા નથી. જયારે 10થી વધારે કોલેજો એવી છે કે જેને ડબલ ફીગરમાં વિદ્યાર્થીઓ મળ્યા નથી. આ કોલેજોમાં રાજકોટ, વઢવાણની કોલેજોનો સમાવેશ થાય છે.