ETV Bharat / state

Tejashwi Yadav Defamation Case: કોર્ટમાં વધુ બે સાક્ષીઓની જુબાની લેવાઈ, કહ્યું - તેજસ્વી યાદવના નિવેદનથી સાધુ સમાજની લાગણી દુભાઈ

author img

By

Published : Jul 6, 2023, 6:42 PM IST

Updated : Jul 6, 2023, 7:04 PM IST

બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે થયેલા માનહાની કેસમાં આજે મેટ્રો કોર્ટમાં વધુ બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે.

Etv Bharat
Etv Bharat

અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓને તપાસવામાં આવ્યા

અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે આજે વધુ બે સાક્ષીઓના નિવેદન લેવાયા છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે.

સાધુ સમાજની પણ લાગણી દુભાઈ: સાક્ષીઓ પૈકી પવન કુમાર રામાનંદજીએ કહ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી સાધુ સમાજની પણ લાગણી દુભાઈ છે. સાધુ સમાજની મીટિંગમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ જુબાની આપવાનો ઠરાવ પસાર કરાયો હતો. જ્યારે જમીન વ્યવસાયના બિઝનેસ સાથે સંકળાયેલ અનુપ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતીઓ દૂધમાં સાકર ભળે તેમ દરેક સમાજમાં ભળી જાય છે. ગુજરાતમાં પરપ્રાંતીય લોકો પણ રહે છે. તેજસ્વી યાદવના આ નિવેદનથી ગુજરાતમાં વર્ગ વિગ્રહ થઈ શકે છે. આ નિવેદન કોઈ સામાન્ય માણસે નહીં પણ એક રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું છે. સમાજ પર તેની અસર થાય છે.

ગુજરાતીઓની પ્રતિષ્ઠાને નુકસાન: સાક્ષી અનુપ રાવલ એ જણાવ્યું હતું કે હું વર્ષોથી રાજ્યની બહાર ધધો કરી રહ્યો છુ. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહેવાનું નિવેદન આપ્યું છે. તેનાથી આપણા ગુજરાતીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આપણા રાજ્યમાં અનેક પરપ્રાંતીઓ પણ આવીને વસેલા છે અને અહીં આવીને રોજગારી મેળવે છે ત્યારે તેમના ઉપર પણ આપણા ગુજરાતની પ્રજાની ખરાબ અસર થઈ રહી છે.

વધુ સુનાવણી 21 જુલાઈએ થશે: અરજદારના એડવોકેટ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં મેટ્રો કોર્ટે 21 જુલાઈના રોજ વધુ સુનાવણી નક્કી કરી છે. જેમાં વધુ એક સાક્ષીઓનું નિવેદન લેવાશે. ત્યારબાદ ક્લોઝિંગની કાર્યવાહી હાથ ધરીને કોર્ટ સમક્ષ નિયમ 204 ની પ્રોસેસ અંતર્ગત તેજસ્વી યાદવને સમન્સ મોકલવા માંગ કરાશે. 21 જુલાઈના રોજ આ કેસમાં છેલ્લા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલે સમગ્ર ગુજરાતમાંથી સાક્ષીઓ તપાસાઈ રહ્યા છે.

  1. Ahmedabad Metro Court : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?
  2. Defamation Complaint : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ કરનાર હરેશ મહેતા કોણ છે જાણો

Last Updated : Jul 6, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.