- રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
- કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર
- ગુજરાત રાજ્યમાં ધોરણ 12 સાયન્સની સ્થિતિ કથળી: દોશી
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં જેની નામનાં થાય એવા વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઇ અને વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે ઈસરો, પીઆરએલ, આઇપીઆર રીસર્ચ ગુજરાતમાં આવેલી છે. તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો સંખ્યામાં સતત ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર સતત પાછળ ધકેલાઇ રહ્યું છે
ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતી-વ્યાપારીકરણ- ખાનગીકરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારનું શિક્ષણ વિભાગએ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર સતત પાછળ ધકેલાઇ રહ્યું છે, ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાએ ચિંતાજનક છે. ભાજપ સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તે માટે કરોડો રૂપિયા ખર્ચ અને મોટી-મોટી યોજનાઓની જાહેરાતો કરે છે, ત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની કથળી સ્થિતિને કારણે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 35 હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જે ભાજપની શિક્ષણ વિરોધી નીતિ દર્શાવે છે.
ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ડટે કોલેજોનું માળખું તોડીને અતિ ઉંચી ફીનાં ધોરણો પણ વિજ્ઞાન પ્રવાહનાં ઘટાડો થવા માટેનું એક કારણ છે. ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ઇસરો જેવી વિશ્વ વિખ્યાત સંસ્થા ગુજરાતમાં આવેલી છે. શિક્ષણ વિભાગમાં ભરાષ્ટ્રચાર અને વેપારીકારણના કારણે વિદ્યાર્થીઓ ઘટ્યા છે. વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને તક આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ધોરણ 12 રીપીટરની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ
ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર - કોંગ્રેસ
ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સ્થાપના કાળથી અગ્રેસર છે. તેમ છતાં વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓનો રસ-રૂચિ ઓછી થઈ રહી છે. વિજ્ઞાન વિષયમાં આગામી અભ્યાસક્રમ, રોજગારીની તકો વિષે વાલી વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં પણ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડલી છે. શિક્ષણએ રાજ્ય માટે ખૂબ મહત્વું પાસું છે, ત્યારે ભાજપ સરકારના શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને દિશાહીન બન્યો છે. શિક્ષણના વ્યાપારીકરણને કારણે વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, વર્ષ 2017 માં 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે વર્ષ 2021માં ઘટીને 10,72,64 થઇ છે સાથો સાથ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને પણ નોકરીની પુરતી તક આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. છેલ્લા પાંચ વર્ષમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે 34,7,20 જેટલો ઘટાડો થયો છે.
ક્રમ | વર્ષ | ધોરણ 12માં નોંધાયેલા વિધાર્થીઓની સંખ્યા |
1 | 2017 | 14,19,84 |
2 | 2018 | 11,64,94 |
3 | 2019 | 12,38,60 |
4 | 2020 | 11,64,94 |
4 | 2021 | 10,72,64 |