ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં એસ.એસ.સી.ની પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2019માં યોજાયેલી આ પરીક્ષામાં 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉપરાંત 6222 જેટલા ડિસેબલ પરીક્ષાર્થીઓ પણ હાજર રહ્યાં હતા. જેઓ લાંબા ગાળાથી પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
આજે બોર્ડ દ્વારા પરિણામની ઓફિશ્યલ તારીખની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે યોજાયેલી બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિદ્યાર્થીઓનું પ્રમાણ સૌથી વધુ હતું. ત્યારે આગામી 21 મેના રોજ સવારે 6 કલાકે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર પરિણામની જાહેરાત થશે. બાદમાં જે-તે કેન્દ્રો પરથી પરિણામપત્રોની વહેંચણી કરવામાં આવશે.