અમદાવાદઃ શહેરના નારોલ- નરોડા હાઇવે પર સીટીએમ પાસે રવિવારે વહેલી સવારે અમદાવાદથી વડોદરા જતી એસટી બસે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અજાણ્યો રાહદારી વ્યસ્ત હાઈવે પર રસ્તો ઓળંગવા જતા એસટી બસની અડફેટે આવી ગયો હતો. રાહદારીનું મોત થતા આસપાસમાં અરેરાટી ફેલાઈ હતી.
![વહેલી સવારે નરોડા રોડ પર એસ.ટી બસે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:54:42:1599373482_gj-ahd-06-accident-7207084_06092020114031_0609f_1599372631_810.jpg)
![વહેલી સવારે નરોડા રોડ પર એસ.ટી બસે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:54:43:1599373483_gj-ahd-06-accident-7207084_06092020114031_0609f_1599372631_1.jpg)
અમદાવાદના વ્યસ્ત રહેતા નારોલ- નરોડા હાઇવે પર વહેલી સવારે એસટી બસે ગ્રીનમાર્કેટ જતા એક રાહદારીને અડફેટે લીધો હતો. સ્થાનિક રાહદારી રસ્તો ઓળંગવા જતા અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મૃતક વહેલી સવારે શાકભાજી લેવા આવ્યો હતો.