અમદાવાદઃ શહેરમાં વિશેષ પ્રકારનું કાફે છે. જે વ્યાસાયિકની સાથે સામાજિક ઉદ્ધેશ્યને સાર્થક કરે છે. આ કાફેનું સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ કરે છે. ગુજરાતમાં આવું પહેલું કાફે છે, જ્યાં ાવી અવનવી વાનગીઓની સાથે આ સામાજિક ઘડતર અને સમાનતા ભાવને પીરસવામાં આવે છે.
આ વિચારને રજૂ કર્યો છે આ કાફે તેને તે વિચારોની લીગમાં સમાવેશ કરે છે કે, જે તેની વ્યાવસાયિક અને સામાજિક જવાબદારી માટે યોગ્ય રીતે જીવે છે. તેણે એબલ્ડ અને ડિસેબલ્ડને સમાનરૂપે રોજગાર સક્ષમ કરવા માટે સંપૂર્ણ નવી પ્રક્રિયાઓ બનાવવાની દિશામાં પહેલ કરી છે.
પતંગની સાથે ગ્રાહકો પણ અગત્યની નવી રીતો અને સમગ્ર અનુભવની બેજોડ પ્રશંસા કરે છે. દિલ્હી બેંગલુરૂ અને કોલકાતા બાદ અમદાવાદમાં બોડકદેવ ખાતેા પાંચમાં આઉટલેટની રજૂઆત કરી છે. જ્યાં તેઓએ 7 દિવ્યાંગ કર્મચારીઓની નિમણૂક કરી છે.
આટલું જ નહીં તેની સાથે ગ્રાહકો માટે વિશિષ્ટ રૂપથી મેનુ પણ બનાવ્યું છે. જેમાં તેઓ પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે નામ જોઈએ તો, તંદુરી મોમોસ, સોયા ચોપ આધારિત વાનગી જેવી કે ગુલાટી ડિનર ટ્રે, સોય બોટી કબાબ, રનર અપ બર્ગર, બંતા બહાર જેવી વાનગીઓ તેમની વિશેષતા છે. ઈકોસ ટીમ ટૂંકમાં જ સુરત, વડોદરા, રાજકોટ વગેરે જેવા શહેરોમાં પાંચથી છ આઉટલેટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.