- પ્રજાસતાક દિન નિમિત્તે સાયક્લોથોન અને વોકથોનનું આયોજન
- લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને સાયકલ ચલાવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન
- રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે કરવામાં આવ્યું છે આયોજન
- 26 જાન્યુઆરીના દિવસને ઉપલક્ષમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે ટીશર્ટ
- 26 જાન્યુઆરીના ઉપલક્ષમાં આયોજન
અમદાવાદઃ પ્રજાસતાક દિન નિમિત્તે સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા અમદાવાદીઓ માટે કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ,ખાતે સનહાર્ટ સિરામિક્સના સહયોગથી સાયક્લોથોન અને વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લથોન અને વોકથોન 23 જાન્યાઆરીના રોજ કાંકરિયા અને 24 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે સવારના 6.00 કલાકથી 9.30 કલાક દરમિયાન થશે. જેમાં રનિંગ અને સાયકલિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં સમગ્ર અમદાવાદી અગાઉ રેજીસ્ટ્રેશન કરીને જોડાઈ શકશે છે. દરેક ભાગલેનારા સનહાર્ટ દ્વારા થ્રી-પોકેટ, ટીશર્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
ઉપસ્થિત રહેલાઓના નામ
આ ઇવેન્ટમાં રિચા હર્ષદ શાહ, ફેશન ડિઝાઇનર અને ફાઉન્ડર મેમ્બર, સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી, યશ ભરતભાઇ પટેલ, ફાઉન્ડર, મિલ્કમોર અને ફાઉન્ડર ટ્રસ્ટી, સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર અને આર્કીટેક અને બિલ્ડર જીગ્નેશ પટેલ, મિશલ ઈલેશ પટેલ, ટ્રસ્ટી સિમ્બાલિઅન ફોઉંડેશન, હિતેન વરમોરા,ભદ્ર વરમોરા, રમેશ જીડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
સિમ્બાલિયન સાયકલિંગ કલબ દ્વારા થયું છે આયોજન
કોમ્યુનિટીના ફાઉન્ડર અને આર્કીટેક અને બિલ્ડર, જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, "આ કોરોના પેન્ડેમિક સમયે આપણને ચોક્કસ શીખવાડ્યું "સાયકલિંગ કરવું અને ચાલવું એ ખૂબ જરૂરી છે કારણ કે, તેનાથી સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહે છે અને આપણે શારીરિક રીતે સક્ષમ બનીયે છીએ અને એ દરેક વ્યક્તિને માનસિક રીતે લડવાની પણ તાકાત આપે છે. અમે કોવિડ-19ના સલામતીના દરેક નિયમોનું ધ્યાન રાખીને આ સાયક્લોથોનનું આયોજન કર્યું છે.
સાયક્લોન અને વોકથોનનું આયોજન
પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે લોકો આ સાયક્લોન અને વોકથોનમાં જોડાઈને એક તાજગીનો અનુભવ કરી અને એની માજા માણી શકે છે. જો આપણે સ્વસ્થ હોઈશું તો કોઈપણ મહામારી સામે લડવા સક્ષમ બની શકીશું. સાયકલ ચલાવવાના અન્ય પણ ઘણાં ફાયદો છે તેનાથી પ્રદૂષણ ઘટે છે, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે છે અને પાર્કિંગની સમસ્યાનું પણ સમાધાન થાય છે."