હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસથી સક્રિય થયેલ સાયકલોન સિસ્ટમ આજે પણ બની હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારક દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
જયારે બાકીના વિસ્તાતોમાં હળવા વરસવાની શકયતા છે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે અને સામાન્ય વરસાદ આગામી દિવસોમાં પડવાની સંભાવના છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકી વરસી રહ્યો છે. ત્યારે વલસાડ ધરમપુર ડાંગ મહુવામાં ભારે વરસાદ નોંધાયો છે.કચ્છમાં વરસાદની કોઈ શકયતા નથી.