ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડું બિપરજોય ખૂબ જ તીવ્ર બન્યું, ગુજરાતમાં લેન્ડફોલ ટાઇમ વિશે હવામાનવિભાગની આગાહી

અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આવેલું વાવાઝોડું બિપરજોય હાલમાં કચ્છના દરિયાકાંઠાની નજીકમાં છે. ત્યારે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતીરુપમાં આગળ વધી રહ્યું છે. જેને લઇને હવામાનવિભાગ દ્વારા ગુજરાતમાં લેન્ડફોલ ટાઇમ વિશે આગાહી કરવામાં આવી હતી.

Cyclone Biparjoy : વાવાઝોડું બિપરજોય ખૂબ જ તીવ્ર બન્યું, ગુજરાતમાં લેન્ડફોલ ટાઇમ વિશે હવામાનવિભાગની આગાહી
Cyclone Biparjoy : વાવાઝોડું બિપરજોય ખૂબ જ તીવ્ર બન્યું, ગુજરાતમાં લેન્ડફોલ ટાઇમ વિશે હવામાનવિભાગની આગાહી
author img

By

Published : Jun 15, 2023, 3:36 PM IST

વાવાઝોડાની 7 કિમી પ્રતિ કલાકની ઝડપ

અમદાવાદ : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ગુજરાત તરફ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાની હવામાનવિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વાવાઝોડું બિપરજોય સીવીયર કન્ડીશનમાં છે અને 7 કિમી પ્રતિ કલાકની ઝડપે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે.

જખૌથી 170 કિમી દૂર : વાવાઝોડું બિપરજોય હાલ ગુજરાતના જખૌથી માત્ર 170 કિમી દૂર છે. જે ટુંક સમયમાં માંડવી, કરાચી અને કચ્છને ક્રોસ કરશે તેવી સંભાવનાઓ છે. જોકે હાલ હવામાન વિભાગે આ વાવાઝોડું બિપરજોય 8 વાગ્યા બાદ ક્રોસ કરશે તેમ જણાવ્યું છે. વાવાઝોડાની 7 કિમી પ્રતિ કલાકની ઝડપ છે. આ ઝડપે બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાત પર કલાઉડ બેન્ડ છે એટલે રેઇન ફોલ એક્ટિવિટી રહેવાની છે.

વાવાઝોડું કેટલી ઝડપે આગળ વધે તેના પર તેની સ્પીડ નક્કી થાય છે. હાલ વાવાઝોડાનું કદ વધી ગયું છે અને બાકી ઘેરાવ પણ મોટો છે. હાલમાં વાવાઝોડું બિપરજોયનો ઘેરાવ અંદાજે 50 કિલોમીટર ઉપરનો નોંધાયો છે. અરબી સમુદ્રમાં આકાર પામેલા વિશાળકાય બિપરજોય ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે ટકરાવનો સાંજે 5.30 સમય હતો. ત્યારે વાવાઝોડાની ગતિ બદલતા હવે સાંજે 8.30 વાગ્યાની આસપાસ ટકરાવનો સમય આપવામાં આવ્યો છે...ડૉ. મનોરમા મોહંતી(ડાયરેક્ટર હવામાનવિભાગ)

કચ્છથી કરાંચી સુધી ગમે ત્યાં લેન્ડફોલ થઇ શકે :વાવાઝોડાના સમયના ફેરફારને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીને પૂછતાં તેઓએ સાંજે 5 થી 10 સુધીમાં ગમે ત્યારે ગુજરાતના કચ્છથી પાકિસ્તાના કરાંચી વચ્ચેની જમીન પર ટકરાઈ શકે છે તેવું જણાવ્યું હતું. જોકે હાલની પરિસ્થિતિને જોતા વાવાઝોડાને લઈને તટીય વિસ્તારોમાંબે દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદ અને ભારે પવન રહેશે : વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

લાઈવ ટ્રેક પર નજર : હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ વાવાઝોડું બિપરજોય આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોથી પસાર થઈને માંડવી અને વચ્ચે જખૌ બંદરની આજુબાજુમાં સાંજે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે અને હવે તે કચ્છ તરફ વળ્યું છે. જેથી કચ્છને અલર્ટ રહેવા સૂચન અપાયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે 120 કિમીથી લઈને 135 કિમી સુધીની પવનની ગતિ હશે.જેથી લોકોને પોતાના ઘરોમાંથી બહાર ન નીકળવાની ચેતવણી પણ અપાઈ છે. જોકે ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાના માર્ગના લાઈવ ટ્રેક પર હાલ સરકાર અને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

  1. Cyclone Biparjoy Live Landfall Update: વાવાઝોડું માંડવી અને કરાંચી બંદરની વચ્ચે ટકરાશે
  2. Cyclone Biparjoy: વાવાઝોડાના સંભવિત લેન્ડફોલ વિસ્તાર નલિયાથી ETV Bharatનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  3. Cyclone biparjoy video: અવકાશમાંથી કેવુ દેખાય છે ચક્રવાત બિપરજોય, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.