અમદાવાદ : બિપરજોય વાવાઝોડાથી ગુજરાતના દરિયાકિનારે આવેલા જિલ્લા તેમજ ગામડામાં ભારે નુકસાન પહોંચી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. જેના થકી ગુજરાત સરકાર દ્વારા અંદાજે સમુદ્ર કિનારે આવેલા ગામને ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તેવા સમયે લોકોને જમવાની સગવડ પુરી પાડવામાં માટે અનેક લોકો સેવા માટે બહાર આવ્યા છે. જેમાં અનેક લોકો હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ પણ અસરગ્રસ્ત જિલ્લામાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી પણ બાળકો દ્વારા 3000 ફૂટ પેકેટ ટ્રક મારફતે કચ્છ મોકલવામાં આવ્યા છે.
મહાભયંકર વાવાઝોડા જેવી કટોકટીની પરિસ્થિતિમાં તપોવન સંસ્કારપીઠના બાળકો દ્વારા માનવતના મહાયજ્ઞ પ્રારંભ કર્યો હતો. જેમાં વિદ્યાર્થી પોતાની જાતે અલગ અલગ ચીજ વસ્તુના ફૂડ પેકેટ તૈયાર કર્યા છે. આ ઉપરાંત રાશન કીટ તેમજ પશુધનનું પણ રક્ષણ થાય તે માટે જરૂરી ચીજવસ્તુ તેમજ દવા પણ કચ્છ મોકલવામાં આવી રહી છે. - અભય શાહ (કાર્યકર્તા)
બાળકોએ મોકલ્યા 3000 પેકેટ : ગુજરાતના દરિયાકિનારે એકબાજુ બિપરજોય વાવાઝોડાના કારણ અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના ખૂણે ખૂણે ફૂટ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા અંદાજે 300 જેટલા બાળકો ભેગા મળીને 3000 જેટલા બુંદી, ગાંઠિયાના ફૂડ પેકેટ બનાવીને ટ્રક મારફતે કચ્છ મોકલવામાં આવ્યા છે.
1000 લોકો જમી શકે તેટલી ખીચડી : બિપરજોય વાવાઝોડામાં અનેક લોકોએ પોતાને સુરક્ષિત રાખવા માટે અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું છે. તેવા સમયે તપોવન સંસ્કારપીઠના બાળકોએ 1000 લોકો ગરમ લાઈવ ખીચડી જમી શકે તે પ્રકારના પેકેટ તૈયાર કરીને મોકલ્યા છે. આ ઉપરાંત અન્ય અનાજની કીટ આ ઉપરાંત દવા, ટોર્ચ, મીણબત્તી, માચીસ, તાડપત્રી સહિતની અન્ય સાધન સામગ્રી પણ કચ્છ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે બિપરજોય વાવાઝોડાથી બચાવવા હજારો લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા જેમને જીવન જરૂરિયાત સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે. અનેક સેવા કેમ્પ દ્વારા પણ ફૂડ પેકેટ અસરગ્રસ્ત જિલ્લામાં મોકલવામાં આવી રહ્યા છે.