ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ હવે કૉંગ્રેસ સક્રિય બની, સરકારને પત્ર પાઠવી સહકાર દર્શાવ્યો - સરકારને પત્ર

બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના સાગરકાંઠાના વિસ્તારોમાં ભારે નુકશાનની ભીતિ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકોની મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ ખોલ્યાં છે. તો પદનામિત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા કચ્છ જવા રવાના થયા છે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ હવે કૉંગ્રેસ સક્રિય બની, સરકારને પત્ર પાઠવી સહકાર દર્શાવ્યો

author img

By

Published : Jun 15, 2023, 9:31 PM IST

કોંગ્રેસની મદદની ભાવના

અમદાવાદ : બિપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત માથે મંડરાઈ રહ્યું છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી દર્શાવી છે. દરિયાકિનારે આવેલા ગામડાના લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડી લેવામાં આવ્યા છે.અનેક પ્રકાર સેવા કેમ્પ પણ શરૂ કરીને લોકો ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. આખરે ગુજરાત કોંંગ્રેસ દ્વારા પણ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખ કચ્છ જવા રવાના : બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના સરહદ જિલ્લામાં ભારે નુકશાન થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. જેના સંદર્ભે ગુજરાત કૉંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યા છે. પદનામિત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ કચ્છ જવા રવાના થયા છે.

ગુજરાતમાં ભયાનક બિપરજોય વાવાઝોડાની ખતરો જોવા મળી રહ્યો છે. જેને લઈ ગુજરાત કાઁગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુક પામનાર શકિતસિંહ ગોહિલ અને અમિત ચાવડા આજ અમદાવાદથી કચ્છ જવા રવાના થયા છે...જગદીશ ઠાકોર(પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ)

વાવાઝોડાના દ્રશ્યો ચિંતાજનક : વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે દ્રશ્યો પોરબંદર તેમજ દ્વારકા સામે આવી રહ્યા છે. તે ખરેખર ચિંતાજનક છે. કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ પોરબંદરમાં રહીને પણ લોકોની મદદ કરી રહ્યા છે. સ્થળાંતર કરવામાં આવેલ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના જે જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે તેવા 70 ટકા તાલુકામાં કૉંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે સેવા આપવામાં આવી રહી છે.

  • "બિપરજોય" વાવાઝોડાને લઈને જામનગર શહેર કોંગ્રસ દ્વારા ફૂડપેકેટની કામગીરી હાથધરવામા આવી. #CycloneBiporjoy pic.twitter.com/kCDmQU79h6

    — Gujarat Congress (@INCGujarat) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપદામાં સરકારની સાથે વિપક્ષ : ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોંગ્રેસ દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય પર આવેલી પડેલી મુશ્કેલીમાં કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. પંરતુ આવા સમયે વનવિભાગ દ્વારા પશુઓ માટે ઘાસચારો લાવવામાં આવી રહ્યો નથી. પરંતુ પશુપાલકોનો ઘાસચારો વાપરવામાં આવી રહ્યો છે. કોગ્રેસ દ્વારા આવતીકાલથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ તેમજ અનાજની કિટનું વિતરણ શરૂ કરશે.ગુજરાત પર આવું મોટું વાવાઝોડું ઘણાં વર્ષો પછી આવ્યું છે. આવી મોટી આફત સમયે ગુજરાત સરકાર સાથે કોંગ્રેસ પણ ઉભી છે.

  1. Cyclone Biparjoy Landfall Update : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ : હવામાન વિભાગ
  2. Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકિનારે ટકરાયું બિપરજોય, CMએ સ્થિતિની સમીક્ષા કરી
  3. Gujarat Congress President: હવે ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના હાથમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.