અમદાવાદ: ઈતિહાસ શું હતો શું બન્યું હતું ઇતિહાસમાં તે આજે જે ધરોહર છે. તેના પરથી આપણે અંદાજ લગાવીએ છીએ. અમુક સમાજમાં વાત કરતા વાસ્તવિકતામાં જોવા ત્યારે એ જાણવાની ખુબ મજા આવે છે. અમદાવાદમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હેમંતભાઈ પાસે ભારત પાકિસ્તાન ભાગલા સમયની 1 રૂપિયાની ચલણી નોટ છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાન લખેલું છે. જે ભારત અને પાકિસ્તાન ભાગલા થયા તે સમય દરમિયાન પાકિસ્તાનને અમુક રકમ આપવામાં આવી હતી. જેની ચલણી નોટમાં બન્ને દેશના સિક્કા મારવામાં આવ્યા હતા. જોકે હાલમાં આ ચલણી નોટ ઉપયોગ લેવામાં આવતી નથી.
ધરોહર સંગ્રહ: હેમંત ભાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ એક રૂપિયાની નોટ મને મારા પિતાએ આપી હતી. આ નોટ એ સમયની છે કે, જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા તે સમયે મહાત્મા ગાંધીજી પાકિસ્તાનને અંદાજિત 54 કે 56 લાખ આપવા માટે તૈયાર થયા હતા. જ્યાં સુધી પાકિસ્તાનની કરન્સી નીકળે નહીં ત્યાં સુધી. પરંતુ આ સરદાર વલ્લભભાઈ પટેલને પસંદ ન હતું. તેમ છતાં પૈસા આપ્યા હતા. જેમાં ભારતની કરન્સી પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાનની તરફથી ઉર્દુમાં હુકુમત એ પાકિસ્તાન એમ લખવામાં આવ્યું હતું. સિક્કા વાળી આ નોટ ક્યાંય જોવા નહીં મળે. સમય જતાં સરકારે આ નોટને પરત ખેંચી લીધી હતી. પરંતુ મારા પિતાજીએ આ નોટ ઐતિહાસિક અને ધરોહર હોવાથી સંગ્રહ કર્યો હતો. મને આપી હતી.
ઓફર કરવામાં આવી: આ નોટ મારી પાસે હોવાની જાણ થતા અનેક લોકો આ નોટ લેવા માટે જંગી રકમ પણ મને ઓફર કરવામાં આવી હતી. જેમાં 1994માં એક વ્યક્તિ દ્વારા 1 લાખ 11 હજાર રૂપિયા આપવા તૈયાર થયા હતા. જ્યારે 2008માં આજ નોટના 2.50 લાખ રૂપિયા આપવા તૈયાર થયા હતા. મેં આ મારા પિતાજી દ્વારા આપવામાં આવેલી આ ઐતિહાસિક અને ધરોહર નોટને મેં આપી નથી. આવી વસ્તુઓ મને સંગ્રહ કરવાનો પણ ખૂબ જ શોખ છે.
આ પણ વાંચો Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા: મારી પાસે ભારતની જૂની સ્ટાર ચિહ્ન વાળી એક રૂપિયાની પણ નોટ છે. જેની અંદર પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ઈ.સ.1600 અને 1700 ના સમયગાળામાં ચાંદી અને તાંબાના સિક્કા ઉર્દૂના લખાણવાળું ચલણી નાણું પણ મારી પાસે છે. પરંતુ આ સિક્કાને કે નોટને હું કોઈ પણ હિસાબે વેચીશ નહીં. એને મેં મારા બાળકોને પણ કહ્યું છે કે આપણી ધરોહર છે. આને સાચવીને જ રાખવાની છે. લોકોને પણ બતાવવાનું છે કે, આ એ સમયની નોટ છે. કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા હતા. દેશની ચલણી નાણું વર્ગીકૃત કરીને પાકિસ્તાનને આપી દેવાયું હતું.