ETV Bharat / state

arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી છે. શીલજનો બંગલો પચાવી પાડવા મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ગુન્હો નોંધાયો હતો.

arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ
arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ
author img

By

Published : Mar 28, 2023, 12:53 PM IST

Updated : Mar 28, 2023, 1:31 PM IST

અમદાવાદ : PMO માં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં અનેક વાર મહેમાનગતિ માણનાર મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુન્હા મામલે તેની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. શીલજનો બંગલો પચાવી પાડવા મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ગુન્હો નોંધાયો હતો. કિરણ પટેલના ક્રાઈમમાં પત્ની પણ ભાગીદાર છે. પત્નીના બેન્ક એકાઉન્ટનો કિરણ પટેલ ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની પુછપરછ હાથ ધરી છે. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે ધરપકડ થઈ છે.

ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની કરી ધરપકડ : પૂર્વ પ્રધાનના ભાઈનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને પચાવી પાડવા મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુન્હો નોંધાયો હતો. મહાઠગ કિરણ પટેલના ક્રાઈમમાં તેની પત્ની પણ ભાગીદાર છે કારણ કે, પત્નીના બેન્ક એકાઉન્ટનો કિરણ પટેલ ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની તેના સંબંધીના ત્યાંથી ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ પહેલા ધરપકડથી બચવા માટે માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે તેઓની ધરપકડ કરવામાં આવી છે.

મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવી શકે છે : મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચી છે. તેવામાં આ સપ્તાહમાં ગમે ત્યારે મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Kiran Patel Case : કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવેલા મકાન માલિક ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફર્યા

મકાનનું ભાડું 5 વર્ષથી ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું : શીલજમાં અંદાજે 18 કરોડની કિંમતનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને બંગલા બહાર પોતાની નેમ પ્લેટ લગાવી પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે કિરણ પટેલ છેલ્લા 5 વર્ષથી ઘોડાસરના જે ઘરમાં રહેતો હતો તે મકાનનું ભાડું 5 વર્ષથી ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીઝ બંગલોઝ સોસાયટી A-17 નંબરમાં બંગલા અમૃતાલાયમ જ્યા કિરણ પટેલ પત્ની માલિની પટેલ પરિવાર સાથે રહેતો હતો. કિરણ પટેલની ધરપકડ બાદ તેની પત્ની માલિની પટેલ પણ ઘરમાં તાળું મારીને ફરાર થઇ ગઇ હતી.

આ પણ વાંચો : Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની જંબુસરથી અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવી ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. જે બાદ આ મામલે તેની પુછપરછ હાથ ધરવામાં આવશે. આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ માલીની પટેલની અટકાયત કરવામાં આવી છે અને તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવશે.

Last Updated : Mar 28, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.