ETV Bharat / state

"હું સી.આર.પાટીલ બોલું છું" કર્મચારીની બદલી કરવા ભલામણ કરતો આરોપી પોલીસ પાસે - Threat in Name CR Patil

અમરેલીનો એક શખ્સ ભાજપના દિગ્ગજ નેતાનું નામ (CR Patil phone threatened) દઈને સરકારી કર્મચારીની બદલી કરવા દમ મારતો હતો. આ બાબતે ભાજપના નેતાને જાણ થતા તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીને પકડી પુછપરછ (Ahmedabad Cyber ​​Crime) હાથ ધરતા કેટલીક અન્ય પણ કહાની બહાર આવી હતી.

"હું સી.આર.પાટીલ બોલું છું" કર્મચારીની બદલી કરવા ભલામણ કરતો આરોપી પોલીસ પાસે

author img

By

Published : Jun 20, 2022, 12:20 PM IST

અમદાવાદ : રાજ્યમાં મોટા નામ ધરાવતા વ્યક્તિના નામે અન્યને ફોન કરી (CR Patil Phone Threatened) ધમકી આપવાનો સિલસિલો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણે અમરેલીનો એક શખ્સ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નામ દઈને કર્મચારીની બદલી કરાવવા દમ મારતો હતો. જોકે, આ વાતની જાણ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને થતાં તાત્કાલિક સાઈબર ક્રાઈમમાં જાણ કરી હતી. પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરતા આ શખ્સ હાલ પોલીસની ગીરફતમાં આવી ગયો છે.

સી.આર.પાટીલના નામથી ફોન પર તરખાટ મચાવનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો

આ પણ વાંચો : Mehsana Prajapati Samaj Snehmilan: મોદી સાહેબે કહ્યું છે કે, પ્રજાપતિના મત એટલે ભાજપના મત: પાટિલ

શું હતો ઘટના ક્રમ - મળતી માહિતી મુજબ, આરોપી ભરત વાઘાણીએ 16 જૂનના રોજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર એન.જી. શિલુંને ફોન કરી પોતે સી.આર. પાટીલ બોલતા હોવાનું કહ્યું હતું. અમરેલીના ક્લાર્કની બદલી કરવા (Change of Staff in Amreli) માટે ફોન કરેલો હતો. બાદમાં કાર્યપાલક એન્જિનિયરને એવી પણ ભલામણ કરેલી કે ક્લાર્ક કુલદીપ આઉટસોર્સિંગના માણસોને હેરાન કરતો હોવાની પણ ફરિયાદ ફોન પર કરેલી હતી. આ વાતની જાણ બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલ થઈ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : CR Patil in Bhavnagar: 25 અઠવાડિયા પછી આવી શકે છે ચૂંટણી, ભાવનગરમાં પાટિલ ભાઉએ આપ્યો સંકેત

બદલી કરાવવા રચ્યું તરકટ - આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, ભરત વાઘાણી પોતે કોન્ટ્રાક્ટર અને આઉટસોર્સિંગના અલગ અલગ કામ રાખતો હતો. મે અમરેલીના ક્લાર્કની બદલી કરાવવા માટે આ તરકટ રચ્યું હતું. જોકે પોલીસે હવે એ (Threat in Name CR Patil) બાબતે તપાસ શરૂ કરી છે કે અગાઉ પણ આ પ્રકારે (Ahmedabad Cyber ​​Crime) અન્ય કોઈની બદલી કરાવી કે પૈસા પડાવ્યા છે કે કેમ?.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.