- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 671 નવા કેસ
- 24 કલાકમાં 806 દર્દી સાજા થયા
- આજે કોરોનાએ 04 દર્દીઓનો લીધો ભોગ
અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગ દરરોજ કોરોનાને લઈ માહિતી આપવામાં આવે છે. સત્તાવાર જાહેર કરાયેલ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 671 કેસ પોઝિટિવ આવ્યા છે, રાજ્યમાં કુલ 7829 કેસ એક્ટિવ છે.
ગુજરાતમાં રીકવરી રેટ 95.17 ટકા
છેલ્લા 24 કલાકમાં 801 દર્દીઓ નેગેટિવ થતા ડિસ્ચાર્જ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ 2,39, 771 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજની તારીખે કુલ 4,86,492 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,86,375 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 117 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરૅન્ટીન કરાયા છે. જ્યારે હોસ્પિટલમાં 61 લોકો વેન્ટિલેટર પર છે અને 7,768 લોકો સ્ટેબલ છે.