ETV Bharat / state

AMCનો દાવો: અમદાવાદમાં ધન્વંતરી રથ મારફતે દવા અને સારવાર મળતાં સિવિલ અને SVPમાં કોરોના OPDના દર્દીઓ ઘટ્યા - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના OPD

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના OPDના દર્દીઓના કેસોમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. ધન્વંતરી રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી 74 હજાર બીમાર લોકોને દવા અને સારવાર કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોના OPDના દર્દીઓ ઘટ્યા હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે.

AMC નો દાવો:  અમદાવાદમાં ધન્વંતરી રથ મારફતે દવા અને સારવાર મળતાં સિવિલ અને SVPમાં કોરોના OPDના દર્દીઓ ઘટ્યા

author img

By

Published : May 28, 2020, 12:28 PM IST

અમદાવાદઃ એકતરફ છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસના આંકડા જોતા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 24 કલાકમાં 256 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ 19 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 764 પર પહોંચ્યો છે.

ધન્વંતરી રથમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ દવાઓથી ભરેલી 84 એમ્બ્યુલન્સ શહેરના 332 જેટલા વિસ્તારોમાં ફરીને લોકોને ચેક કરી દવા આપી રહી છે. 40 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓના ડાયાબિટીસ ફરજિયાત ચેક કરીને સારવાર આપીને કેસને પોઝિટિવ થતો અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદી મુજબ 17 મે ના રોજ સરેરાશ દર્દીઓની સામે 10 ટકા કેસ તાવના, 32 ટકા શરદી- કફ અને 6 ટકા કેસ સીવીયર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના આવતા હતા. ધન્વંતરી રથ મારફતે લોકોને દવાઓ અને સારવાર આપવામાં આવતા તાવમાં 2 ટકાનો ઘટાડો, શરદી- કફના કેસમાં 16 ટકાનો અને સીવીયર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસમાં ખૂબ જ મોટો ઘટાડો આવતા પ્રમાણ નહિવત થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.