ETV Bharat / state

અમદાવાદ રેલવે મંડળ પર કોરોના વોરિયર્સનું સન્માન કરાયું - Government of India

પશ્ચિમ રેલવે મંડળ આમદાવાદ દ્વારા કોરોનાના આ કપરા કાળમાં કાર્ય કરનારા રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓનુ સન્માન કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાંં આવ્યુ હતુ. જેમાં પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિન્હ ભેટ આપીને કર્મચારીઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ રેલવે મંડળ પર કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

author img

By

Published : Jul 19, 2020, 10:17 PM IST

આમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કોરોના સંક્રમણના વિકટ સમયમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સુનિલ બિશ્નોઇએ જણાવ્યું કે, કાર્મિક વિભાગ દ્વારા આયોજીત આ સમ્માન સમારોહમાં મંડળના 1000 કર્મચારીઓને કોરોના મહામારી દરમિયાન રેલવે કર્મીઓમાં જાગરૂકતા ઉત્પન્ન કરવા અને ઉત્કૃષ્ટ કાર્ય નિષ્પાદન માટે રેલ મંડળ પ્રબંધક દીપક કુમાર ઝા એ પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિન્હ ભેટ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ રેલવે મંડળ પર કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
અમદાવાદ રેલવે મંડળ પર કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

આ ઉપરાંત મંડળના 17 હજાર રેલ કર્મીઓને સર્ટિફિકેટ આપીને સમ્માન કરવામાં આવ્યું છે. લોકડાઉન અને આ વૈશ્વિક મહામારી દરમિયાન મંડળના નિષ્ઠાવાન રેલવે કર્મચારીઓ દ્વારા સુરક્ષિત ટ્રેન સંચાલન, વધુને વધુ શ્રમિક ટ્રેનોનું સંચાલન તથા પોતાના સામાજીક દાયિત્વને નિભાવતા નિ:સહાય અને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અને રેશન કીટનું વિતરણ, સ્ટેશન પર કુલીઓને જરૂરી સામાનનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિતરણ તથા આ બિમારીને રોકવા માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોના પાલન માટે રેલ પરિવારો દ્વારા જનજાગરણ અભિયાનને સફળતા પૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક પરિમલ શિંદે અને તમામ વિભાગના વરિષ્ઠ શાખા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.