ETV Bharat / state

ધંધુકા નગરપાલિકા ખાતે નગરજનોના હિતાર્થે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો - ધંધુકામાં કોરોના વાઇરસ કેસ

શનિવારે ધંધુકા નગરપાલિકા ખાતે 45 વર્ષથી ઉપરની વયના નગરજનો માટે અને નગરજનોના હિતાર્થે આરોગ્ય વિભાગ અને ધંધુકા નગરપાલિકા દ્વારા સંયુક્તપણે કોરોના રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો.

ધંધુકા નગરપાલિકા
ધંધુકા નગરપાલિકા
author img

By

Published : Apr 11, 2021, 8:52 AM IST

  • પાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
  • કારોબારી ચેરમેન ભદ્રેશભાઈ અગ્રાવતે પણ લીધો ડોઝ
  • તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો કેમ્પ
    ધંધુકા નગરપાલિકા

ધંધુકા: સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધંધુકા નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ડોક્ટર દિનેશભાઈ પટેલ (THO) ના પ્રયત્નોથી વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા ધંધુકા નગર ખાતે શનિવારે દ્વિતીય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા કરી તાકીદ

ડૉ. દિનેશભાઈ પટેલએ જનજાગૃતિ માટે ફરજિયાત માસ્ક પહેરવું, મેળાવડાઓમાં જવાનું ટાળવું, સામાજીક અંતર જાળવવું તેમજ શરદી, તાવ કે ઉધરસની અસર જણાય તો તાકીદે આરોગ્ય કેન્દ્ર પર જઈ સારવાર લેવા આહ્વાન કર્યું હતું.

કારોબારી ચેરમેને નગરજનોને વેક્સિન લેવા કરી અપીલ

નગરપાલિકા કારોબારી ચેરમેન ભદ્રેશભાઈ અગ્રાવતે પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ 45 વર્ષથી ઉપરની વયના ભાઈઓ-બહેનોને વેક્સિન લેવા ખાસ અપીલ કરી હતી તો સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વેક્સિન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર નગરમાં રીક્ષા ફેરવી પોતાની સલામતી માટે વેક્સિનની જાહેરાત કરાઈ રહી છે ત્યારે સૌ કોઈએ પોતાની તેમજ પોતાના પરિવારની સલામતીને ધ્યાને લઇ વેક્સિન લેવા આગળ આવવું જોઇએ તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.