અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સમરસ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને રાખવા માટે આઇસોલેસન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ દર્દીઓને રહેવા માટે પુરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેવી ફરિયાદ કરવામા આવી છે.
દસમા માળે રાખવામાં આવેલા દર્દીઓએ એક વીડિયો બનાવીને ફરિયાદ કરી હતી કે.અહીંયા બાથરૂમમાં પાણી આવતું નથી. તેમજ પીવાના પાણીની પણ તકલીફ છે. કચરા ટોપલીઓ કચરાથી ઉભરાઈ રહી છે,પરંતુ કોઈ સાફ કરવા આવતું નથી. તો બીજી તરફ ઉનાળાનો સમય હોવાથી ધાબુ તપે ત્યારે અસહ્ય ગરમી લાગે છે. જેના કારણે દર્દીઓએ માગ કરી હતી કે, તેમને અન્ય ફ્લોર પર ખસેડવામાં આવે.
![કોરોનાના દર્દીઓ સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યાં, પુરતી સુવિધા ન હોવોની દર્દીઓની ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-03-samras-hostel-video-story-7209112_19042020125922_1904f_1587281362_656.jpg)
જો કે, આ પહેલા સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે. તેમના સમયમાં પણ આ તકલીફ હતી, પરંતુ અમુક લોકો નળ ચાલુ રાખતા હોવાથી ટાંકીમાં પાણી ખલાસ થઈ જવાથી બપોરના સમયે પાણી બંધ કરવામાં આવતું હતું.