- અમદાવાદના દર્દીએ કરમસદ મેડિકલમાં સારવાર લઈ બન્યા સ્વસ્થ
- હર્દયના વાલ્વના ઓપરેશન કરેલા દર્દીએ કોરોનાને આપી માત
- 58 વર્ષ ના દર્દીએ કોરોના સામે 10 દિવસમાં જંગ જીતી
અમદાવાદઃ શહેરના કોરોના સંક્રમિત થએલા દર્દી એવા ટીકેન્દ્ર ભાઈ ભટ્ટને સારવાર માટે આણંદ કરમસદ ખાતેની કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓ કોરોના સામેની જંગ જીતીને સ્વસ્થ થયા હતા.
સામાન્ય રીતે અમદાવાદથી કોઈ દર્દીને કોરોના જેવી ગંભીર બીમારીમાં બીજા જિલ્લામાં ખસેડવામાં આવે તો દર્દી અને સગાસબંધીઓમાં કદાચ ડર ઉભો થાય પણ અહીં કંઇક વાત જ અલગ છે. કોરોનાથી સંક્રમિત થતા અમદાવાદના દર્દી ટીકેન્દ્રભાઈ ભટ્ટને અમદાવાદથી આણંદ કરમસદ ખાતેની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ સારવારથી સ્વસ્થ થતાં ટીકેન્દ્રભાઇ ભટ્ટ ખુશ થયા હતા.
કોરોનામાંથી સ્વસ્થ થએલા ટીકેન્દ્રભાઈ ભટ્ટની પ્રતિક્રિયા
હાલમાં પ્રવર્તમાન કોરોનાના કપરા કાળમા સંક્રમિત થયેલા આ ગંભીર પરિસ્થતિમાં મારો પરિવાર પણ ખુબજ ચિંતિત હતો. મારી આ ગંભીર પરિસ્થતિમાં 108 ને call કરી બોલાવામાં આવી હતી. આવી પરિસ્થિતમાં પરિવાર પણ શુ કરવું તે કંઇ સમજી શકતો નહોતો. આવાસમયે મને આણંદ કરમસદમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં અમદાવાદથી લાવવામાં આવ્યો હતો અને મને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે હું ક્યાં છું, શુ થયું તેનો મને પણ ખ્યાલ નહતો પણ અહીં દાખલ થયા પછી અહી સ્વાસ્થ્ય કર્મચારી, તબીબો તથા સ્ટાફની સેવાને કારણે જ હું આજે સ્વસ્થતા અનુભવી રહ્યો છું. અને ખુબજ સારી સારવાર તથા સેવા કરમસદ ક્રિષ્ના હોસ્પિટલમાં મને મળતાં હું સ્વસ્થ થઈ ગયો છું અને મને રજા પણ આપવામાં આવતાં જાણે કે મને નવું જીવન મળ્યું હોય તેવો અહેસાસ અનુભવી રહ્યો છું, ટીકેન્દ્રભાઈ ભટ્ટ વધુમાં કહે છે કે, હું ખાડિયાના હાટકેટશ્વર મંદિરનો પૂજારી છું. મને હાર્ટના બે વાલ્વનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને ઉમર 58 હોવા છતાં કોરોના સામે ટક્કર ઝીલીને માત્ર દસ દિવસની સારવારમાં હું સ્વસ્થ થઇ ગયો છુ.
અમદાવાદના દર્દીની કૃષ્ણા હોસ્પિટલમાં સરવાર
ભટ્ટ કહે છે કે, હું એકલો એમ્બ્યુલન્સમાં આણંદ આવ્યો હતો અને કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે શરૂઆતમાં તેઓને થોડું ન ગમ્યું પણ હોસ્પિટલના તબીબો, નર્સ અને કર્મચારીઓની સેવાભાવના અને લાગણીથી ખુબ જ પ્રભાવિત થયો અને આવા પ્રેમાળ વાતાવરણથી મને કોરોના સામે લડવાની હિંમત મળી
આમ, તબીબોના પ્રયાસો તેમજ હોસ્પિટલના કર્મયોગીઓનુ ભાવનાત્મક વ્યહવારથી ટીકેન્દ્રભાઈએ કોરોનાને માત આપી જિંદગી જીતી લેવામાં સફળ રહ્યા.