અમદાવાદ: મધ્યપ્રદેશથી કામ કરવા આવતા મોટી સંખ્યામાં કારીગરો લોકડાઉન થતા મહેસાણામાં અટવાયા હતા અને વતન જવા માટે પગપાળા નીકળ્યા હતા. જેની સરકારને જાણ થતા તેમના આદેશ બાદ GSRTC દ્વારા 3 બસની વ્યવસ્થા કરી તમામને ઇન્દોર બોર્ડર સુધી છોડવામાં આવ્યા હતા.
મહત્વની વાત છે કે આ ત્રણ બસ પૈકી એક બસના ડ્રાઇવર જગદીશભાઈ રાવળ હતા. જગદીશભાઇ લોકોને મુકવા ગયા હત. તે દરમિયાન તેમના પિતાના અવસનની ખબર આવી હતી.પણ તેમણે પોતાની ફરજ અદા કરી અને લોકોને 200 કીમી દૂર ઇન્દોર બોર્ડર સુધી મુકવા ગયા હતા.અને લોકોને મુકીને આવ્યા બાદ જગદીશભાઇએ પિતાની અંતિમવિધી પૂર્ણ કરી હતી.
લગભગ એક સપ્તાહ પહેલા એક પોલીસ કર્મચારીના પિતાનું અવસાન થયુ હતું. પિતાની અંતિમવિધિ પૂર્ણ કરાયા બાદ તરત જ પોલીસ કર્મચારી ફરજ પર હાજર થઈ ગયા હતા. અને ફરજ પ્રત્યે પોતાની ઈમાનદારી અને નિષ્ઠા દર્શાવી હતી.
રાજ્યમાં પર-પ્રાંતીય અને ગરીબ લોકોની મદદ માટે રાજ્ય સરકારે 1લી એપ્રિલથી અનાજની કીટ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય મોટી સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અલગ અલગ વિસ્તરમાં મદદ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કોરોના વાઇરસના દર્દીનો આંકડો વધીને 73 સુધી પહોંચ્યો છે અને 6 લોકોના મોત નિપજ્યા છે.