ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કહેરઃ કુલ 438 કેસ નોંધાયા - કોરોના

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સાંજ સુધીમાં નવા 28 કેસ નોંધાતાં કુલ આંકડો 438 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના કેરઃ કુલ 438 કેસ નોંધાયા

author img

By

Published : Jun 9, 2020, 8:56 PM IST

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કોરોનાએ સદી પુરી કરતા 126 કેસ નોંધાયા છે, જ્યારે દસક્રોઈ 110, બાવળામાં 56 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા હતા. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 75, ધંધૂકા 24, વિરમગામ 30, બાવળા -56 અને માંડલ તાલુકામાં 05 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 28 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.48 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 40 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 126 અને સાણંદમાં 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.