ETV Bharat / state

Corona campaign India: વેક્સિનેશનના અભિયાનને 1 વર્ષ પૂર્ણ, રાજ્યમાં 97.4 ટકા લોકોને મળી ચુક્યો છે રસીનો પ્રથમ ડોઝ - Corona third wave

દેશમાં કોરોનાની રસી (Corona vaccinenation India) આપવાનાની અભિયાનનને એક વર્ષ પૂર્ણ થયું છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 18 વર્ષથી વધુની 4 કરોડ 80 લાખ એટલે કે 97.4 ટકા લોકોને પ્રથમ ડોઝ તેમજ 4 કરોડ 40 લાખ એટલે કે 94.4 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Corona campaign India: દેશની જનતા કારોના સામે લડવા તૈયાર, દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના અભિયાનને 1 વર્ષ પૂર્ણ

author img

By

Published : Jan 16, 2022, 8:17 PM IST

અમદાવાદ: વર્ષ 2021માં જાન્યુઆરી મહિનાની 16 તારીખે લોકોને કોરોનાની રસી (Corona vaccinenation India) આપવાની પ્રકિયાનો પ્રારંભ કરાયો હતો. 16 જાન્યુઆરી 2021થી લઇ આજ દિન સુધી દેશમાં કોરોનાની રસીના (Corona campaign India) આંક પર નજર કરીએ તો રોજના આશરે 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાં 76 કરોડ મહિલાઓને કોરોનાની રસી આપવમાં આવી છે.

ગુજરાતમાં વેક્સિનની સ્થિતિ

ગુજરાતમાં કુલ 9 કરોડ 46 લાખથી પણ વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે એટલે કે રસીકરણ પૂર્ણ થવાને આરે છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, સૌપ્રથમ 60 કે તેથી વધુ વયના લોકોને, ત્યારબાદ 45 કે તેથી વધુની ઉંમરના લોકોને અને 18 કે તેથી વધુ વયનાં લોકો સહિત 15 થી 18 વર્ષનાં યુવાનોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુની જનસંખ્યા 4 કરોડ 93 લાખ છે. આજે એક વર્ષ પછી આપણે 4 કરોડ 80 લાખ એટલે કે 97.4 ટકા લોકોને પ્રથમ ડોઝ તેમજ 4 કરોડ 40 લાખ એટલે કે 94.4 ટકા લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.

Corona campaign India: દેશની જનતા કારોના સામે લડવા તૈયાર, દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના અભિયાનને 1 વર્ષ પૂર્ણ

રાજ્યમાં મહાનગરોમાં અને ટીનેજર્સમાં વેક્સિનની સ્થિતિ

આજે રવિવારના 8 મહાનગરોમાં મહત્તમ લોકોને પહેલા ડોઝનું રસીકરણ થઇ ગયું છે તેમજ આજે સમગ્ર ગુજરાતમાં 100માંથી 94 લોકો એવા છે કે, જેમને વેક્સિનનાં બન્ને ડોઝ લઇ લીધા છે. 15 થી 18 વર્ષની ઉંમરના 21 લાખ 58 હજાર બાળકો એટલે કે 60 ટકાને રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. ટ્રાઇબલ વિસ્તારમાં આજે રવિવારના 81 થી 95 ટકાનું રસીકરણ થઇ ગયું છે, જ્યારથી પ્રીકોશન ડોઝની શરૂઆત થઇ છે, ત્યારથી અત્યાર સુધીમાં 5 લાખ 18 હજાર એટલે કે 15 ટકા ડોઝ અપાઈ ચુક્યા છે. આમ ગુજરાતમાં રસીકરણનાં 9 કરોડ 46 લાખ કરતા વધારેને ડોઝ અપાઈ ચુક્યા છે.

આજના દિવસે જ દેશમાં થઈ હતી વેક્સિનેશનની શરૂઆત

દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનની મુહિમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં 99 કરોડને તેમજ ટ્રાંસજેડર્સમાં આશરે 3,69,000થી વધુને ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જેમની પાસે કોઇ ઓળખપત્ર નથી ધરાવતા એવા 67 લાખ લોકોને રસી આપવામાં આવી છે તેમજ જેલમાં સજા ભોગવી રહેલા 6 લાખથી વધુ કેદીઓને રસી આપવામાં આવી છે. દેશને સુરક્ષિત રાખવાની જેને શીરે જવાબદારી છે તેવા ફ્રન્ટલાઇન વર્કર્સ, સ્વાથ્યકર્મી અને 60 વર્ષથી ઉપરના વડીલોને ત્રીજી લહેરના (Corona third wave) પ્રકોપને ધ્યાને રાખી બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થઇ ગયો છે.

આ પણ વાંચો:

રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર

ડાંગ કોરોના અપડેટ : 24 કલાકમાં 14 દર્દીઓ ડિસ્ચાર્જ, 9 કેસો નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.