અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસારો કરી દીધો છે. ગુજરાતમાં કુલ 7 પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આ વાયરસના ડરે લોકોએ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે. જેના કારણે એએમટીએસ બસોમાં રોજના 70,000 પેસેન્જરો ઘટ્યાં છે, જ્યારે આવકમાં રોજની 4 લાખ રુપિયાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે બીઆરટીએસની બસોમાં સરેરાશ કરતાં પાંચસોથી ચાર હજાર મુસાફરો ઘટ્યાં છે અને આવકમાં અઢીથી ત્રણ લાખનો ઘટાડો નોંધાયો છે.
ઉપરાંત, બીઆરટીએસની વધારાની બસો એરપોર્ટ પર મૂકવામાં આવી છે. જેમાં વિદેશથી આવતાં નાગરિકોને લઈ જવા બસોનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં પેસેન્જર તદ્દન ઘટી ગયાં હોવાથી 10 ટકા બસોના રૂટમાં અને સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કરાયેલું છે.