- રાજ્ય ચૂંટણી પંચ સામે લાગ્યા ગંભીર આક્ષેપો
- કોંગ્રેસ ચૂંટણી અંગે થઈ જશે કોર્ટમાં
- પાંચ વર્ષ બાદ ફરી સર્જાઈ 2015 જેવી પરિસ્થિતિ
અમદાવાદ : રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકાની તારીખ 23 મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 28મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આમ રાજ્ય ચૂંટણીપંચના નિર્ણય સામે ગંભીર પ્રતિક્રિયા આવી રહી છે. આ નિર્ણય રાજકીય અને સત્તાધારીઓના મન મુજબ લેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લાગી રહ્યા છે. સમગ્ર વિવાદ કોર્ટ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં. તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહા નગરપાલિકાની ચૂંટણી એટલે કે, મતદાન થશે. જેની મતગણતરી તારીખ 23મી ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં તારીખ 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે આ તમામની મત ગણતરી બે માર્ચના રોજ થશે. આ મહા નગરપાલિકાના પરિણામ આવી ગયા બાદ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, જેની સામે હાલ વિરોધ શરૂ થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પ્રવક્તાએ આપી તીખી પ્રતિક્રિયા
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જે રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા તટસ્થ હોવી જોઈએ, પણ જે પ્રકારે તારીખો જાહેર કરવામાં આવી છે. જે જોતાં રાજ્ય ચૂંટણી પંચ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ ભય અને ડર હેઠળ કામ કરી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. માત્ર સત્તાધીશોની અનુકૂળતા માટે મહા નગરપાલિકાની મતગણતરી પહેલા કરવામાં આવશે. જે કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતદાનને પ્રભાવિત કરી શકાય, પણ આ એમની મેલીમુરાદ દર્શાવે છે કે, તેમને હાર હાર જોઇ ગયા છે. હવે યેનકેન પ્રકારે ચૂંટણી પંચને હથિયાર બનાવી રહ્યા છે.
2015માં પણ આ પ્રકારનો વિવાદ થયો હતો
2015માં પાટીદાર આંદોલન વખતે પણ પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની મતદાન અને મતગણતરી અલગ અલગ રાખવાની યોજના જાહેર કરી હતી, બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પહેલા મહા નગરપાલિકાની મતગણતરી બાદ જિલ્લા પંચાયત માટે મતદાન જાહેર કરાયું હતું, પણ આ મુદ્દે કોંગ્રેસના નેતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. કોર્ટ દ્વારા તમામ મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની મતગણતરી સાથે કરવા આદેશ કર્યો હતો. પાંચ વર્ષ બાદ 2015 જેવી સ્થિતિ ફરી એક વખત ઊભી થતા વિવાદ થયો છે.