ETV Bharat / state

મહિલા વકીલ સાથે અભદ્ર વર્તન કેસમાં હાઇકોર્ટમાં બાપુનગર પોલીસ સામે તિરસ્કારની અરજી

author img

By

Published : Apr 11, 2022, 7:08 PM IST

હાઇકોર્ટમાં બાપુનગર પોલીસ (Bapunagar Police Station )સ્ટેશનના PI બે મહિલા PSI અને એક કોન્સ્ટેબલ સામે હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી કરવામાં આવી છે. આ કેસમાં મહિલા વકીલ તેમના ભાઈને મળવા માટે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગયેલા ત્યારે મહિલા પોલીસે આ વકીલ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જેના લીધે પોલીસ અને મહિલા વકીલ વચ્ચે સંઘર્ષ થતા પોલીસે મહિલા વકીલ સામે કેસ નોંધ્યો હતો.

મહિલા વકીલ સાથે અભદ્ર વર્તન કેસમાં હાઇકોર્ટમાં બાપુનગર પોલીસ સામે તિરસ્કારની અરજી
મહિલા વકીલ સાથે અભદ્ર વર્તન કેસમાં હાઇકોર્ટમાં બાપુનગર પોલીસ સામે તિરસ્કારની અરજી

અમદાવાદઃ આ વર્ષે માર્ચ મહિનામાં મેટ્રો કોર્ટના મહિલા વકીલ સામે બાપુનગર પોલીસે મારામારીની ફરિયાદ(Bapunagar police and lawyer case) નોંધી હતી. જો કે તેમને પોલીસે જામીન આપવાના (Contempt petition in High Court)બદલે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખતા હાઇકોર્ટમાં(Gujarat High Court)બાપુનગર પોલીસ સ્ટેશનના PI બે મહિલા PSI અને એક કોન્સ્ટેબલ (Woman lawyer beaten by police)સામે હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી કરવામાં છે. આ સમગ્ર કેસમાં મહિલા વકીલ જ્યારે તેમના ભાઈને મળવા માટે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે મહિલા પોલીસે આ વકીલ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ મામલે પોલીસ અને મહિલા વકીલ વચ્ચે સંઘર્ષ થતા પોલીસે મહિલા વકીલ સામે કેસ નોંધ્યો હતો.

પોલીસ અને વકીલ વચ્ચે સંઘર્ષ થયો - આ પછી મહિલા વકીલને મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metro Court )રજૂ કરાવામાં આવ્યા ત્યારે આક્રોશિત વકીલોએ હાજર મહિલા PSI અને કોન્સ્ટેબલ સાથે મારામારી થઈ હતી. જેના લીધે પોલીસ અને વકીલ વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. જેમાં પોલીસ પણ ઘાયલ થયા હતા અને પોલીસને જ પ્રોટેક્શન લેવું પડ્યું આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Opposition of Congress in Patan: પાટણમાં કોંગ્રેસના મોંઘવારી સામેના દેખાવોમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વકીલ અને પોલીસ વચ્ચે ગરમાવો - હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે માર્ચ મહિનામાં અરજદાર મહિલા વકીલના ભાઈની બાપુનગર પોલીસ દ્વારા દારૂ પીવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેને મળવા માટે વકીલ બાપુનગર પોલીસ સ્ટેશને ગયા હતા. જો કે તેમની અને પોલીસ વચ્ચે ગરમાવો થતા પોલીસે તેમની સામે મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે કોઈ કેસમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવા જોઈએ.

બાપુનગર પોલીસ સ્ટેશન - આ કેસમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હતી તો પણ મહિલા વકીલને પોલીસે છોડ્યામાં આવ્યા ન હતા અને બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ બે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી છે કે પોલીસ દ્વારા વકીલ સાથે આ રીતનુ વર્તન કેવી રીતે થઈ શકે ? પોલીસ આ કેસમાં જવાબ રજૂ કરે અને આ કેસની વધુ સુનાવણી જૂન માસમાં હાથ ધરાવામાં આવશે.

આ પણ વાંચોઃ Woman lawyer beaten by police : પીડિતા મહિલા વકીલની આપવીતી પોલીસે ઢોરમાર માર્યો અને બિભત્સ ગાળો આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.