ETV Bharat / state

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, 50 હજારને પાર પહોંચ્યા સોનાનો ભાવ

author img

By

Published : Jun 25, 2020, 10:48 PM IST

ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે પ્રતિ 10 ગ્રામે પર 800 રૂપિયાનો વધારો થયો છે. સોનું ઓલટાઇમ 50,300ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, 50 હજારને પાર પહોંચ્યા સોનાનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, 50 હજારને પાર પહોંચ્યા સોનાનો ભાવ

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સોનાના ભાવમાં તેજી આવી છે, ત્યારે બુધવારે ગુજરાતમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે પર 800 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ સોનું ઓલટાઇમ 50, 300ની ઐતિહાસક સપાટીએ પહોંચ્યું છે. સોનામાં રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યું છે.

સોનાના ભાવમાં તેજી

  • સોના ચાંદીના ભાવમાં સતત વધારો
  • ગુજરાતમાં સોનનો ભાવ રૂપિયા 50 હજારને પાર
  • સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયા વધીને 50, 300

ગુજરાતમાં સોનું રૂપિયા 50 હજારને આંબી ગયું છે. એક વર્ષમાં રૂપિયા 17 હજારનો વધારો થયો છે. ગત વર્ષે સોનાનો ભાવ 33,500 થી 34,000 ની વચ્ચે હતો, ત્યારે આ વર્ષે લોકોને 50 ટકા જેટલું રીટન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે. 24 જૂને સોનાનો ભાવ 50 હજારની પાર થઈ ગયો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઓલ ટાઈમ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

કોરોના મહામારીના સેકન્ડની શરૂઆત થતાં રોકાણકારો સોનામાં ઇન્વેસ્ટ કરવા તરફ આકર્ષિત થઇ રહ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 8 વર્ષની નવી ઊંચાઈ પર 1795 ડોલરે પહોંચવું છે. ચાંદીમાં પણ નજીવી વધઘટ સાથે પ્રતિ કિલોગ્રામ 49,500 રૂપિયા બોલાઇ રહ્યા છે.

કોરોના મહામારીના પ્રકોપ ઓછો થવાને બદલે વકરી રહ્યો છે. વૈશ્વિક મહાસત્તાની સ્થિતિ સૌથી ખરાબ છે, ત્યાં પણ લૉકડાઉનના સંકેતો મળી રહ્યા છે. જેના કારણે રોકાણકારો હવે સલામત રોકાણ તરફ આગળ વધ્યા છે. આ ઉપરાંત વૈશ્વિક સ્લોડાઉન, નબળા ગ્રોથના IMFના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ 1,830 ડોલર સુધી પહોંચી શકે છે.

એક વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2018 ના રોજ ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનો પ્રતિ 10 ગ્રામ 32,270 રૂપિયા હતો. એ વર્ષના છેલ્લા દિવસે સોનાનો ભાવ 10 ગ્રામે 256 વધીને 39, 985 રૂપિયા થયો હતો એટલે કે, 24 ટકાનો વધારો થયો છે સાથે હજી દિવાળીમાં સોનાનો ભાવ 60,000ને આંબી જાય તો નવાઈ નહિ તેવું જવેલર્સનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.