રાજ્યનાં વહીવટીતંત્ર, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય તટરક્ષક દળ સત્તામંડળે માછીમારોને દરિયામાં આગળ વધવા સામે ચેતવણી જાહેર કરી છે.
![Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190612-wa00221560345194899-100_1206email_1560345205_870.jpg)
તોફાની હવામાનની સ્થિતિ સામે જરૂરી તમામ આગોતરી સાવચેતીનાં પગલાં
- માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં સૈન્યને તૈનાત થવા માટે સજ્જ છે.
- દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે.
- ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.
- મુંબઈમાં ઇન્ડિયન નેવી હૉસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તૈનાત રાખવામાં આવી છે.
- P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR અભિયાનો હાથ ધરવા તૈનાત રાખવામાં આવ્યાં છે.
- મુખ્યાલયો, ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાં તમામ પ્લેટફોર્મને ચક્રવાત “વાયુ” પર એડવાઇઝરી જાહેર કરી છે.