અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ(Preparations for Gujarat Assembly elections) શરૂ કરી દીધી છે. કેવલ જોશીયારાના ( Gujarat Assembly Election 2022)ભાજપ પ્રવેશ બાદ કોંગ્રેસ કરશે શક્તિ પ્રદર્શન. આદિવાસી વોટ બેન્ક સાચવવા કોંગ્રેસની રણનીતિ શરૂ કરી છે. કેવલ જોશીયારાના ભાજપ પ્રવેશ બાદ કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે. કોંગ્રેસ આદિવાસી બે બેઠકો જાળવી (Tribal seat of Congress)રાખવા માટે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજાશે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો
આદિવાસી બેઠકો પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજાશે - 1લી જૂને કોંગ્રેસનું ખેડબ્રહ્મામાં 2 બેઠકો પર કોંગ્રેસનું (Gujarat Congress) શક્તિ પ્રદર્શન યોજાશે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. 2જી જૂને ભિલોડા બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા બન્ને સંમેલનમાં હાજર રહશે. કોંગ્રેસના આદિવાસી નેતાઓ અને આગેવાનો સંમેલનમાં હાજર રહેવાના છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસની 'વન મેન વન પોસ્ટ' ની શું છે નિતી, જેને કોંગ્રેસ જલદી લાગુ કરશે
કોંગ્રેસનું બે દિવસ શક્તિ પ્રદર્શન - ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે. ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ બન્ને આદિવાસી બેઠકો જાળવી રાખવા આક્રમક બની છે. આ સંમેલનમાં આદિવાસી નેતાઓ અને આગેવાનો હાજર રહેવાના છે. કોંગ્રેસ ખેડબ્રહ્મા અને ભિલોડા બેઠક પર કરશે શક્તિ પ્રદર્શન જે તેમની આદિવાસી બેઠકોને સાચવવા માટે બે દિવસ શક્તિ પ્રદર્શન કરશે.