ETV Bharat / state

Gujarat Congress Protest: જંત્રીના ભાવમાં વધારાને લઇ ધરણા પ્રદર્શન, તપાસની માંગ - જંત્રીના ભાવમાં વધારાને લઇને કોંગ્રેસનો વિરોધ

જંત્રીના ભાવમાં વધારાને લઇને કોંગ્રેસ (Gujarat Congress) આજે ધરણા પ્રદર્શન યોજશે. SBI અને LIC ની બેંકોની ઓફિસ પર ધરણા પ્રદર્શન યોજશે. આજે 6 ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યના 23 જિલ્લા મથકે LIC અને SBI ઓફિસની સામે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ધારણા પ્રદર્શન યોજાશે અને કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવશે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે.

Jantri Rate Gujarat:  જંત્રીના ભાવમાં વધારાને લઇને કોંગ્રેસ આજે SBI અને LIC ઓફિસ બહાર કરશે ધરણા પ્રદર્શન

author img

By

Published : Feb 6, 2023, 10:59 AM IST

જંત્રીના ભાવમાં વધારાને લઇને કોંગ્રેસ આજે SBI અને LIC ઓફિસ બહાર કરશે ધરણા પ્રદર્શન

અમદાવાદ: તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વિવિધ રાજકીય પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા સામાન્ય માણસને નહીં. પરંતુ તેમના મિત્ર અને ઉદ્યોગપતિઓની ચિંતા કરવામાં આવી રહી છે. જેના કારણે આજ સામાન્ય માણસ પોતાનું ઘરનું ઘર લેવાનું સપનું સપનું બની રહ્યું છે.

આ પણ વાંચો Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો

કરોડનોનું દેવું: કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉક્ટર જીતુ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં LIC અને SBI જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વહેવારો અને રોકાણોએ પણ LICના 29 કરોડ પોલિસી ધારકો અને SBIના 45 કરોડ ખાતા ધારકો પર સીધી અસર ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસમાં LIC દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી LICને રૂપિયા 33,060 કરોડનું નુકસાન થયું છે. જ્યારે SBI અને અન્ય ભારતીય બેંક એ અદાણીને મોટી રકમની લોન પણ આપી છે. અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનો દેવું છે.

સંસદમાં લડાઈ: કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે. આગામી સમયમાં પણ ઊભો રહેશે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ ભારતીય કોર્પરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી. આ વિચારધારાનો વિરોધ કરે છે. પસંદ કરેલા અબજોપતિઓનો લાભ આપવા માટે નિયમો બદલવાના વિચારનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ કરોડો ભારતીયના મહેનતની કમાણીને કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્યો ગુમાવતી કંપનીઓના રોકાણના મુદ્દા પર દિલ્હીની સંસદામાં લડી રહી છે.

આ પણ વાંચો બુલેટ ટ્રેન: નવસારીની વર્ષો જૂની જંત્રી આધારિત વળતર આપવાની સરકારની તૈયારી સામે ખેડૂતોમાં રોષ

વિરોધ પ્રદર્શન: આજે 6 ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યના 23 જિલ્લા મથકે LIC અને SBI ઓફિસની સામે મોટી સંખ્યામાં કાર્યકર્તા પ્રદર્શન કરશે. કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવશે કે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. LIC અને SBI દ્વારા અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા થાય. રોકાણકારોને ન્યાય આપવામાં આવે અને ગુનેગારો સામે પગલાં લેવામાં આવે. ભલે એ પછી ઉદ્યોગપતિ કેમ ન હોય.

સપનું તૂટ્યુંઃ ભાજપ સરકારના પવિત્ર નિર્ણયોને કારણે આજ સામાન્ય મધ્યમ વર્ગના લોકોનું ઘરનું ઘર લેવાનું સપનું વિખરાઈ રહ્યું છે. પ્રજા વિરોધી આ નિર્ણયથી દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી સહિત કામગીરીમાં બમણું વધારો થશે.

પંડિત જવાલાલ નેહરુએ શ્રીમદ ભગવત ગીતાના આઠમા અધ્યાયના 22 સંસ્કૃત શ્લોકના ઉતારાર્ધ યોગક્ષેમ વહામ્યહમ્ એટલે કે તમારી સુરક્ષા તમારી જવાબદારીના વચન સાથે 19 જૂન 1956માં લાઈફ ઇન્સ્યોરન્સ એક્ટ લાવવામાં આવ્યો હતો.--ડૉક્ટર જીતુ પટેલ (કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ)

આ એક હેઠળ LIC જેવી સરકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પણ હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની નીતિઓથી ચિંતિત જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસના મહેનતથી બચત થયેલા પૈસા અને ખર્ચ તેમના નજીકના મિત્રો અને પસંદગીના ઉદ્યોગપતિઓના ફાયદો માટે થાય તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે.--ડૉક્ટર જીતુ પટેલ (કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.