ETV Bharat / state

સરકારે ફી માફીના બદલે ફી નહીં વધવાનું લોલીપોપ આપ્યુંઃ કોંગ્રેસ

author img

By

Published : Oct 11, 2020, 11:20 AM IST

કોરોના મહામારીને કારણે તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. મેડિકલ-પેરામેડિકલમાં પણ સત્ર હજુ શરુ નથી. છતાં ભારેખમ ફીની વસુલાતથી વિદ્યાર્થી-વાલીઓ ચિંતિત છે, ત્યારે ગુજરાત સરકારે ફીમાં વધારો નહીં કરવાની જાહેરાત કરી છેતરપિંડી કર્યાનો કોંગ્રેસે આરોપ મુક્યો છે.

સરકારે ફી માફીના બદલે ફી નહીં વધવાનું લોલીપોપ આપ્યુંઃ કોંગ્રેસ
સરકારે ફી માફીના બદલે ફી નહીં વધવાનું લોલીપોપ આપ્યુંઃ કોંગ્રેસ

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. મેડિકલ-પેરામેડિકલમાં પણ સત્ર હજુ શરુ નથી. છતાં ભારેખમ ફીની વસુલાતથી વિદ્યાર્થી-વાલીઓ ચિંતિત છે. ત્યારે ગુજરાત સરકારે ફીમાં વધારો નહીં કરવાની જાહેરાત કરી છેતરપિંડી કર્યાનો કોંગ્રેસે આરોપ મુક્યો છે.

કોરોના બાદ સર્જાયેલી આર્થિક કટોકટીને ધ્યાનમાં લઇને રાજયના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શુક્રવારના રોજ મેડિકલ પેરા મેડિકલ કોલેજો ફીમાં વધારો નહીં કરે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને કોંગ્રેસે છેતરામણી તથા લોલીપોપ સમાન ગણાવી છે. કોંગ્રેસે મેડિકલ પેરા મેડિકલના વિદ્યાર્થીઓની સત્ર ફી માફ કરવાની માંગણીને ફરીવાર દોહરાવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું છે કે, કોરોના મહામારી બાદ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલાં ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઊંચી ફીના ધોરણોના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આગામી સમયની અંદર ગુજરાતની આરોગ્ય સેવામાં પોતાની સેવા આપવા માગતા તેજસ્વી યુવાન યુવતીઓ મહેનત કરીને આગળ આવવા માંગે છે. પરંતુ કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર અને તેનો ભ્રષ્ટ આરોગ્ય વિભાગ તબીબી શિક્ષણ અતિ મોઘું કરી રહી છે.

મનીષ દોશીએ ફીના ચોંકાવનારા આકડાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ તથા પેરા મેડિકલ જેવી કે MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિ, નર્સિંગ, ફીઝીયોથેરાપીમાં કુલ મળીને 72 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાડા પાંચ વર્ષના અભ્યાસક્રમ એવા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિમાં ચાર વર્ષ ફી ભરવાની હોય છે.

  • ફેકલ્ટીનું નામ - કેટલી ફી
  • મેડીકલ - રૂપિયા.8 થી 24 લાખ
  • GMERS - રૂપિયા.3 થી15 લાખની
  • ડેન્ટલ - રૂપિયા. 2 થી 10 લાખ
  • આયુર્વેદ - રૂપિયા 1 થી 6 લાખ
  • હોમિયોપેથી - રૂપિયા 1 થી 6 લાખ
  • ફિઝિયોથેરપી - રૂપિયા 65 હજારથી દોઢ લાખ
  • નર્સિંગ - રૂપિયા 1થી 1.50 લાખ
  • મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફી અંગે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની માગ.
  • રાજ્યના આરોગ્ય પ્રધાને મેડીકલ કોલેજોની ફી અંગે નિરાશાજનક વાત કરી
  • કાલે નીતિન પટેલે ફી ઘટાડવાના બદલે ફી વધશે નહિ એવું નિવેદન આપ્યું હતું
  • ખાનગી મેડીકલ – ડેન્ટલ પેરામેડીકલ કોલેજોમાં ફીના ધોરણો અતિ ઉંચા છે.
  • ફી ઘટાડાની જાહેરાત કરવાને બદલે આરોગ્યપ્રધાન છેતરામણી જાહેરાત કરી
  • ખાનગી મેડીકલ – ડેન્ટલ પેરામેડીકલ કોલેજ કરોડો રૂપિયાની ફી વસૂલે છે
  • આર્થિક તકલીફોનો સામનો કરતાં વિદ્યાર્થીઓની એક સત્ર ફી માફી આપવા કોંગ્રેસ પક્ષની માગ
  • મેડીકલ કોલેજોમાં વર્ષની 8 થી 24 લાખ ફી
  • GMERS ની કોલેજોમાં 3 થી 15 લાખની ફી
  • ડેન્ટલમાં 2 થી 10 લાખ જ્યારે આયુર્વેદમાં 1 થી 6 લાખ ફી
  • હોમિયોપેથિમાં 1 થી 6 લાખ ફી અને ફિઝિઓથેરપી માં 65 હજારથી દોઢ લાખ ફી
  • સરકારે 72 હજાર પૈકી 50 હજાર વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપવાનો રહે છે.

જયારે નર્સીગ, ફીઝીયોથેરાપીમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે. ગુજરાતમાં મેડિકલ અને પેરા મેડિકલમાં જે રીતે ખાનગી કોલેજોના ફીના ઊંચા ધોરણો હોવાના કારણે દર વર્ષે 1500 કરોડ રૂપિયા કરતા વધુ રકમ ફી પેટે ગુજરાતના વાલીઓ પાસેથી વસૂલ કરી રહ્યા છે. દર વર્ષે નવા 20 હજાર જેટલાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. મેડિકલમાં 8થી 24 લાખની ફી છે. જયારે સરકારી અને પ્લાનિંગ કમીશનના નાણાંથી બનેલી GMERC કે જેને પાછળથી ભાજપ સરકારે સોસાયટીમાં રુપાંતર કરી ખાનગી કોલેજ બનાવી છે તે કોલેજો 3 લાખથી 15 લાખ ફી વસૂલે છે. મનીષ દોશીએ કહ્યું કે, કોરોનાના કાળમાં મેડિકલ પેરામેડિકલ કોલેજોનું શૈક્ષણિક સત્ર જ શરૂ થયું નથી. તેમને ન તો વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ કે અન્ય વધારાના કોઇ ખર્ચ થયા નથી.

આ સંજોગોમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસે ગુજરાતના મુખ્યપ્રધાન તથા રાજયપાલ સમક્ષ માંગણી કરી હતી. તેની સામે સરકારે ગઇકાલે જે છેતરામણી જાહેરાત કરી છે. ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના વાલીઓ ફી ઘટાડા કે રાહતની માંગ કરે ત્યારે સરકાર ફી વધારો નહીં થાય તેવું આશ્વાસન આપે છે. આ છેતરામણી જાહેરાતના કારણે ગુજરાતના તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતા અને આગામી સમયમાં તબીબી ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માંગતા વિદ્યાર્થીઓમાં નિરાશાજનક વાતાવરણ ઊભું થયું છે. જેથી કોંગ્રેસ એક સત્રની ફી માફ કરવા સરકાર સમક્ષ માંગ ફરીવાર દોહરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.