- ગુજરાતના 15 જિલ્લાઓમાં HRCT મશીનો જ નથી
- તમામ જિલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી
- 7 કરોડની વસ્તી સામે 7 હજાર ઓક્સિજનયુક્ત બેડ બનાવી શક્યા નથી
અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસના કેસો ધૂમની ગતિએ વધી રહ્યા છે. તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહ પરમારે પોતાના તીખા અંદાજમાં સરકાર અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર આકરા પ્રહાર કર્યા હતા તો બીજી તરફ રાજધર્મ નિભાવવાનું કહી મુખ્યપ્રધાને પોતાનું વિમાન પણ વેંચવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે શાબ્દિક બાણ છોડતા જણાવ્યું છે કે, રાજ્યનુ લાખો કરોડનું આરોગ્ય બજેટ વપરાયુ તો ક્યાં વપરાયુ એ પહેલો પ્રશ્ન છે ? પી.એમ. કેર ફંડમાંથી રાજ્ય સરકારને ફળવાયેલા નાણા ક્યાં વપરાયા એ બીજો પ્રશ્ન છે ? માસ્કના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયાનું શું થયું એ પણ વ્યાજબી સવાલ છે. જો નાગરિકોના જીવવાના સંવૈધાનિક અધિકાર જ ઉપલબ્ધ ન હોય તો ગુજરાત વિકાસશીલ કહેવાય ખરૂ ?
આ પણ વાંચો: પ્રશાંત વાળાનો હાર્દિક પર પ્રહાર, કહ્યું- 'એક સમયે મોપેડ લેવાના ફાંફાં હતા, આજે કરોડોમાં આળોટે છે'
સરકારને કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા આકરા પ્રશ્રો
- ગુજરાતના 15 જિલ્લાઓમાં HRCT મશીનો જ નથી
- તમામ જિલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી
- 7 કરોડની વસ્તી સામે 7 હજાર ઓક્સિજનયુક્ત બેડ બનાવી શક્યા નથી
- પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી વિના ખાલી પડી છે
- આ બધું પચ્ચીસ પચ્ચીસ વરસ સતત તમે મત આપી એકધારી સેવા આપ્યા પછીની સ્થિતિ છે.
- રાજ્યનું લાખો કરોડનું આરોગ્ય બજેટ વપરાયુ તો ક્યાં વપરાયુ એ પહેલો પ્રશ્ન છે ?
- પી.એમ. કેર ફંડમાંથી રાજ્ય સરકારને ફળવાયેલા નાણા ક્યાં વપરાયા એ બીજો પ્રશ્ન છે ?
- માસ્કના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયાનું શું થયુ એ પણ વ્યાજબી સવાલ છે ?
- જો નાગરિકોના જીવવાના સંવૈધાનિક અધિકાર જ ઉપલબ્ધ ન હોય તો ગુજરાત વિકાસશીલ કહેવાય ખરૂ ?
- ઓક્સિજન નહી, ઈન્જેકશન નહી, વેન્ટીલેટર નહી, બેડ નહી, સ્ટાફ નહી, એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નહી અને સ્મશાનમાં પણ જગ્યા નહીં એવા ખાલીખમ ગુજરાતને અડીખમ ગુજરાત કહેનારાને શરમ આવવી જોઈએ.
- રાજધર્મ જ બજાવવો હોય તો પોતાનું 200 કરોડનું વિમાન વેચી એના નાણાથી સીટીસ્કેન કે HRCT ટેસ્ટ માટેના મશીનો ખરીદી લેવા જોઈએ
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે પોતાના તીખા અંદાજમાં કહ્યું કે, કોવિડ ટેસ્ટમાં વિલંબથી લક્ષણ ધરાવતા લોકો સીટી સ્કેન કરાવવા જાય ત્યા પણ સરકારે દયા કરતા હોય તેમ રૂપિયા 3000 મહતમની જાહેરાત કરી વિજયભાઈને એ ખબર જ નહોંતી કે વડોદરા જિલ્લામાં તેમના જ અધિકારી રૂપિયા 2500માં HRCT કરવા એવો આદેશ બહાર પાડી ચૂક્યા હતા. તે સિવાય પણ ઘણા જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલ્સ અને ટ્રસ્ટની હોસ્પિટલ્સમાં આ રીપોર્ટ રૂપિયા 1200થી 1500 સુધીમાં થતો જ હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની રાજનીતિ પર ગુજરાત કૉંગ્રેસના ભાજપ પર શાબ્દિક પ્રહાર
વિજયભાઈની જાહેરાત બાદ 3000 રૂપિયા 3000ના ચાર્જના પાટીયા ઝુલવા માંડ્યા
વિજયભાઈની જાહેરાત બાદ આ પ્રાઈવેટ લેબની બહાર સરકારના આદેશનો લાભ લઈ રૂપિયા 3000ના ચાર્જના પાટીયા ઝુલવા માંડ્યા છે. મતલબ વિજયભાઈએ કમાવવાની તક પુરી પાડી એવું લાગે છે. જો વિજયભાઈ પાસે નાણાની અછત હોય તો હિંમતપૂર્વક પી.એમ. કેર ફંડથી રાજ્યનો હિસ્સો માંગવો જોઈએ. રાજધર્મ જ બજાવવો હોય તો પોતાનું 200 કરોડનું વિમાન વેચી એના નાણાથી સીટી સ્કેન કે HRCT ટેસ્ટ માટેના મશીનો ખરીદી લેવા જોઈએ. એક સવા કરોડના મશીન જિલ્લમાં ન હોય તો ગુજરાત ગતિશીલ કેવી રીતે કહેવાય ? અને મુખ્યપ્રધાન સંવેદનશીલ કેવી રીતે કહી શકાય ?