ETV Bharat / state

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ લલિત કગથરાના પરિવારને સાંત્વના પાઠવી - AHMEDABAD

અમદાવાદ: મોરબી જિલ્લામાં આવેલા ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુર ખાતે અકસ્માતમાં અવસાન થયું છે. જેને લઇને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અમરેલી બેઠકના લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણીએ લલિત કગથરાના પરિવારને સાંત્વના પાઠવી છે.

Amit Chavda Paresh Dhanani
author img

By

Published : May 18, 2019, 4:49 PM IST

ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કોલકાતાથી ફ્લાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા. પરંતુ ફ્લાઈટ ચૂકી જતા કોલકાતાથી તેઓ વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરા સહિત 3 દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યાં હતા, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું.

આ અક્સ્માતમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાના નિધનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લલિત કગથરાના પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી, તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

R_GJ_AHD_09_18_MAY_2019_AMIT_CHAVDA_PARESH_DHANANI_

અમિત ચાવડા અને પરેશ ધાનાણી એ લલિત કગથરાના પરિવારને સાંત્વના પાઠવી

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં અવસાન થયું છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા.જ્યાં કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરા સહિત ૩ દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું. 

લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાના થયેલ નિધનને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લલિત કગથરાના પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટના અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી, તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.