અમદાવાદ છેલ્લા 27 વર્ષથી વિપક્ષ તરીકે ભૂમિકા નિભાવતી ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress )આ વખતે માત્ર 17 સીટ મેળવી છે ત્યારે વિપક્ષમાં પણ સ્થાન (Congress Leader of Opposition in Assembly ) મળશે કે નહીં તેવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ હવે સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને વિપક્ષ તરીકે ઈચ્છે છે. જેને લઇને તમામ અટકળોનો અંત આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના વિપક્ષ નેતાના નામ અંગે 19 અને 20 ડિસેમ્બરે મીટીંગ થવા જઈ રહી છે.કોંગ્રેસ હવે પોતાની આગળની રણનીતિ કઈ રીતે નક્કી કરશે તેની છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ભવન (GPCC )ખાતે મીટીંગ (Congress MLAs Meetings )પણ ચાલી રહી હતી.
આ પણ વાંચો કોંગ્રેસે ચૂંટણીમાં ધોબી પછડાટ જેવી હારનું ઠીકરૂ ફોડ્યું, મતદાન પર આશંકા
કોંગ્રેસ નવનિર્વાચિત ધારાસભ્યો હાજર રહેશે આ બેઠકમાં વિપક્ષ નેતા(Congress Leader of Opposition in Assembly )નું નામ નક્કી કરવામાં આવશે અને એ સાથે જ આ બેઠકમાં કોંગ્રેસના (Gujarat Congress )ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને અગ્રણી હોદ્દેદારોની અધ્યક્ષતામાં આ મીટીંગ (Congress MLAs Meetings )યોજાશે અને સર્વીનુમતે કોંગ્રેસના વિપક્ષ નેતાનું નામ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો ભાજપ સાથેનું સેટિંગ તૂટતા રઘુ દેસાઈ હાર્યા: ભચાભાઈ આહીર
આ બે નેતાના નામ પર ચર્ચા નોંધનીય છે કે ઘણા દિવસોથી અમદાવાદના દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી જીતેલા શૈલેષ પરમાર અને વિજાપુર વિધાનસભા બેઠક પરથી જીતેેલા સી જે ચાવડા એમ બંને નામોએ વિપક્ષ નેતા (Congress Leader of Opposition in Assembly )હોઇ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે 19 અને 20 ડિસેમ્બરે બેઠક (Congress MLAs Meetings )યોજાઈ છે એમાં અંતિમ નિર્ણય આવશે. તેમાં વિપક્ષ નેતાનું સ્થાન કોણ લેશે તે નામ નક્કી કરી દેવામાં આવશે. તેની સાથે જ તમામ અટકળોનો પણ અંત આવી જશે.
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress )માં આંતરિક વિખવાદ (Internal discord in Congress )હતો તે બહાર આવ્યો હતો. રઘુ શર્માએ પ્રભારી પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.તો ગઈકાલે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસની હારનું કારણ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને (Jagdish Thakor ) ગણાવ્યા હતાં. જોકે આ અંગે તમામ સમીક્ષા બેઠક (Congress MLAs Meetings )પણ કોંગ્રેસ કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસના આગામી પગલાંઓ શું હશે તે ટૂંકસમયમાં ખબર પડશે.