ભાજપના વિજયી બનેલા બે સાંસદ એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે સાત પીટીશન દાખલ કરવામાં આવી છે. બે પીટીશન ગૌરવ પંડયા, બે પીટીશન ચંદ્રિકાબેન અને ત્રણ પીટીશન પરેશ ધનાની સામે દાખલ કરાઈ છે. બંધારણની આર.પી. એક્ટની કલમના પરિચ્છેદ 10 મુજબ આ પ્રકારની રજૂઆત ભવિષ્યમાં કરી શકે તેને ધ્યાનમાં રાખીને 7 પીટીશન દાખલ કરવામાં આવી છે.
વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને અમિત શાહ વિજય થતા રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ચૂંટણીનું આયોજન કરાતા ભાજપના એસ.જયશનકર અને જુગલજી ઠાકોરનો વિજય થતા તેની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
અરજદાર ગૌરવ પંડ્યા દ્વારા પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, "અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના અધિકાર નહીં હોવા છતાં આવી રીતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતોના વિભાજનથી કોઈ એક પક્ષને જ બહુમતી મળે તે રીતે ચૂંટણી યોજાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવા અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરાઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા બંને અલગ અલગ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય થયો હતો."
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં જવાથી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેને ચૂંટણી પંચ દ્વારા કેઝુઅલ વેકેન્સી જાહેર કરવામાં આવી હતી. અરજદાર પરેશ ધાનાણીએ નોટીસને રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનું ઉલ્લઘંન ગણાવ્યું છે. આ સ્ટેચ્યુટરી વેકેન્સી છે પરતું તેને કેઝુઅલ વેકેન્સી ગણવામાં આવી છે. બંને બેઠકની અલગ અલગ ચૂંટણી યોજવામાં આવે છે. તો વિધાનસભામાં બહુમતી ધરાવતી પાર્ટીને ફાયદો થશે અને આ પ્રકારે બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણી યોજવી આર.પી. એક્ટનું ઉલ્લઘંન છે.