7 સપ્ટેબરે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળેલ સમીક્ષા બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જાહેર કર્યું હતું કે, ટુંક સમયમાં સંગઠન અને તમામ જિલ્લા અને તાલુકાઓમાં મોટા ફેરફાર થશે. વિધાનસભા બેઠક સાથે સંગઠનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકામાં ફેરફાર કરવા માટે ખાસ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આવનારા સમયમાં જિલ્લા અને તાલુકા પર મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. જ્યારે શહેરી વિસ્તરોમાં મોટા પાયે સંગઠનમાં ફેરફાર થશે.
કોંગ્રેસના દિલ્હી નેતૃત્વ દ્વારા આખરી મહોર મારી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસમાં નવા અને મોટા ફેરફાર થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી યથાવત જ રાખવામાં આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસમાં થયેલ ફેરફાર થયા બાદ કોંગ્રેસમાં વિરોધનો સુર પણ દેખાવા મળશે.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મોટા નિર્ણય કર્યો છે. હવે, ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવામાં આવશે. આ મુદ્દે એક દરખાસ્ત કરવામાં આવી છે. જેને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સુભાષ ચોપરાને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિ (DDPC)ના નવા અઘ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને કોંગ્રેસ નેતા કિર્તી આઝાદને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુભાષ ચોપરા અને કિર્તી આઝાદને નિમણુંક કર્યા છે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. જેમાં થરાદ, ખેરાલું, અમરાઈવાડી, લુણાવાડા, બાયડ, રાધનપુરનો સમાવેશ થાય છે.